હાલોલઃપ્રભાતસિંહના જીવનમાં પ્રેમ અને પોલિટિક્સનું મિશ્રણ (Gujarat BJP) જોવા મળ્યું છે. હવે સ્થિતિ એવી છે કે, એક જ પરિવારના સભ્યો એકબીજાને રાજકીય પછડાટ આપવા માટે મેદાને ઊતર્યા છે. જેમાં પુત્રવધૂ અને પત્ની સામે ટિકિટ મુદ્દે વિવાદ થયો છે. પ્રભાતસિંહના લગ્ન રૂપાલીબેન સાથે થયા હતા. જેમનાથી (Gujarat congress) એમને ત્રણ દીકરા છે. જ્યારે બીજા પત્ની લીલાબેન સાથે લગ્ન થતા એમના થકી એક પુત્રી છે. જ્યારે ત્રીજા પત્ની રમીલાબેન થકી એક દીકરો અને એક દીકરી (Gujarat Aam Admi party) છે. જ્યારે ચોથા પત્ની રંગેશ્વરી થકી એક દીકરો છે. કુલ પાંચ દીકરા અને બે દીકરીઓ સંતાનમાં છે. જેના પિતા એક છે.
પાંચ વર્ષમાં પરિવારમાં ડખાઃભાજપે ટિકિટ ન આપતા પક્ષપલોટ કરીને કોંગ્રેસમાં (Gujarat BJP Candidates) જોડાયા હતા. ભાજપે એના જ પુત્રવધુ અને કાલોલ સિટિગ ધારાસભ્ય સુમન ચૌહાણ પર પસંદગી ઊતારી હતી. પછી એની ટિકિટ કાપીને ફતેસિંહ ચૌહાણને ચાન્સ આપ્યો. હવે ઉમેદાવારનો પ્રચાર કરવા માટે સુમન ચૌહાણ અને ચોથી પત્ની રંગેશ્વરી મેદાનમાં ઊતર્યા. જેના કારણએ એક પરિવારમાં સામસામે ડખા ઊભા થયા છે. પુત્રવધૂનો એવો આક્ષેપ છે કે, જે પરિવારનો ન થયો એ સમાજ કો લોકોનો શું થવાનો?જેની સામે પ્રભાતસિંહ કહે છે કે, એને કોઈ ભાન નથી, ભણતર નથી. દુનિયામાં કોઈ વહુ એવી હોય જે સસરાની વિરુદ્ધ બોલે? સંસ્કાર એના ખોટા છે. આ તારી વાત બરાબર નથી મેં કહેવડાવ્યું. કારણ કે દીકરો પ્રવીણ મારો હતો.
લોકોનું સમર્થન હતુઃસી.કે.રાઉલજીએ ત્યારે શરત કરેલી કે કાલોલમાં પ્રવીણને ટિકિટ આપવાના હોય તો જ હું ભાજપમાં આવું. એ લોકોએ હા પાડેલી પણ ચૂંટણી આવી ત્યારે પ્રવીણને ટિકિટ આપતા હતા. મેં એનો વિરોધ કરેલો કે તેને આ ખોટી ટિકિટ આપો છો, પી પીને તેની કિડની ખરાબ થઈ ગઈ છે અને તે છ મહિના જ જીવવાનો છે અને 6 મહિના પછી જ ચૂંટણી આવશે. પ્રભાતસિંહ ઉમેરે છે કે, ‘અમિત શાહને બધાએ કહ્યું કે આવુ જ થવાનું હોય તો તેમના પત્ની સુમનને આપોને ટિકિટ પ્રભાતસિંહ જ જીતાડશે. મેં 84 મીટિંગ કરી તાલુકામાં અને તેને જીતાડી હતી, એનું તો કોઈ રાજકારણ હતું જ નહીં. આ બધું વ્યાજબી નથી એટલે એ બધા ખસી ગયા છે. હું જ જીતવાનો છું એમા કોઈ બેમત નથી.
કેવી રીતે પાર પડશેઃભાજપ મારી સામે પડકાર રૂપી છે પણ હું 25000 મતની લીડથી જીતીશ, વળતાપાણી છે હવે ભાજપના. દેશમાં કારણ કે બધી વાતની હવે હદ થઈ ગઈ છે 2024માં ભાજપ નહીં હોય. લોટ પર જીએસટી? પૈસા તો ગામડાના લોકોના ગજવામાંથી જાય છેને. આ તેલના ભાવ તો જુઓ. 3000 રૂપિયાનો ડબ્બો થઈ ગયો છે. મારી પાસે ઘણા મુદ્દા છે. હું લીડથી જીતીશ. ભાજપે આ વખતે પત્ની કે પુત્રવધુને પણ ટિકિટ કેમ આપી નથી? બધાએ પાર્ટીના બધા લોકો નિરિક્ષકો પાસે ગયા ત્યારે એમ કહ્યું કે, એમનો દીકરો બુટલેગર છે. એટલે એમને ટિકિટ ન આપી. એનેય ટિકિટ ન આપી અને મનેય ન આપે તો મારું તો રાજકારણ પુરું થઈ જાય. કોંગ્રેસમાં જઈ મારે નાછૂટકે લોકોની જવાબદારી નિભાવવાની છે. નોન કરપ્ટ અને નિર્વ્યસની છું. કોઈપણ મારી સામે આંગળી ન ચીંધી શકે. હું કૃષ્ણ પ્રણામી છું. 13 હજાર માઇલ પદયાત્રા કર્યા પછી સંતના આશીર્વાદથી રાજકારણમાં આવ્યો છું.
ઉંમરનો કોઈ ઈસ્યું નથીઃમારું શરીર જોતા 81 વર્ષ લાગે છે? કોઈ વ્યસન નથી કે કોઈ કરપ્શન નથી. દરરોજ આજે પણ 10 કિલો અનાજ મોરને નાંખું છું. 200 મોર છેમારે ત્યાં. 13 વર્ષથી ઉંમરથી નાંખું છું. હું આજે પણ દોડું છું જો મને પકડી શકો તો મારે ટિકિટ નથી જોઈતી. બાકી જીવીશ ત્યાં સુધી લોકસેવા કરીશ. કોંગ્રેસમાંથી લડું પણ અપક્ષ નહીં. જેઠા ભરવાડ સામે ઘણા ગુનો નોંધાયેલા છે. પેપર વાંચો કેટલા ગુના છે? આપણે એની સાઈડ શું કામ જવાનું.