આંણદ વિધાનસભા ચૂંટણી 2022 ને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીનાદિવસો બાકી રહ્યા છે. ત્યારે બીજા તબક્કાના મતદાનની વિધાનસભા બેઠકમાં આંકલાવ વિધાનસભા બેઠક પર બંને રાજકીય પક્ષો દ્વારા પ્રચારપ્રસારની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2012 નવા સીમાંકન સમયે અસ્તિત્વમાં આવેલી આંકલાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના યુવા નેતા અમિત ચાવડાનું સતત જીત થતી આવી છે. ત્યારે વર્ષ 2022 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એકદમ નવા ચહેરા તરીકે ગુલાબસિંહ પઢીયારનું નામ જાહેર થતાં આ બેઠક પર કાંટાની ટક્કર થાય તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે.
આંકલાવ વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર મળશે જોવા ડોર ટુ ડોર પ્રચાર110 આકલાવ વિધાનસભા બેઠક (Anklav assembly seat) પર ભારતીય જનતા પાર્ટીના આંકલાવ વિધાનસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયાર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. સતત કોંગ્રેસની જીત થતી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) ઉમેદવારને બોહડો જન આવકાર મળ્યો છે.
નિર્ણાયક ભૂમિકા ભજવીઆંકલાવ વિધાનસભા બેઠક (Anklav assembly seat) પર કુલ 221099 મતદારો મતાધિકાર ધરાવેછે જેમાંથી કુલ 113040 પુરુષ મતદારો છે. જ્યારે કુલ 108058 મહિલા મતદારો છે આંકલાવ વિધાનસભા બેઠકમાં ક્ષત્રિય સમાજનું જ્ઞાતિકિયા પ્રભુત્વ ધરાવતી બેઠક છે. જેથી આ બેઠક ઉપર ક્ષત્રિય મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જતા હોય છે. ભાજપ દ્વારા સ્થાનિક કક્ષાએ મોટો જન સમુહ ધરાવતા પઢીયાર સમાજના ઉમેદવારને મેદાને ઉતર્યા છે. જેથી આ બેઠક પર કોંગ્રેસનું સમીકરણ અને પરિમાણ અસરગ્રસ્ત બને તેવું ચર્ચાઈ રહ્યું છે.
ઉમેદવાર તરીકે રીપીટવર્ષ 2012 માં અસ્તિત્વમાં આવેલ આંકલાવ વિધાનસભા બેઠક (Anklav assembly seat) પર સતત બે ટર્મ થી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય તરીકે ચુંટાતા આવ્યા છે. વર્ષ 2017 માં અમિત ચાવડા ચોત્રીસ હજાર મતોની સરસાઈથી જીત્યા હતા. ત્યારે 2022માં કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાને ઉમેદવાર તરીકે રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકદમ નવા ઉમેદવાર ગુલાબસિંહ પઢિયારને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ વિધાનસભા બેઠક પર સતત કોંગ્રેસના એકહથા શાસનને કારણે ઘણા વિકાસ કામોમાં અવરોધ ઊભો થતો હોય તેવું પ્રજામાંથી સાંભળવા મળી રહ્યું છે. આ વર્ષની ચૂંટણીમાં પ્રજા આંકલાવ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે કે પછી અમિત ચાવડા પર પુનરાવર્તનની મહોર લગાવે છે તે રસપ્રદ બની રહેશે.