જામનગર :જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જામનગર ઉત્તર બેઠકના (Jamnagar North seat candidate Jadeja Rivaba) ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા (Rivaba Jadeja voted) અને તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરના મતદાન મથક પર મતદાન કર્યું હતું. (Gujarat Assembly election 2022)
રીવાબાને મેદાને ઉતારાતા બિગ ફાઈટ સીટ બની :જામનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Seat 2022) ગુજરાતમાં ત્રિપાંખિયા જંગમાં મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે જામનગર ઉત્તર બેઠકનું ( Jamnagar Assembly Seat) રાજકીય સમીકરણ રસપ્રદ છે. ભાજપે હકુભા જાડેજાની ટિકિટ કાપી રીવાબા જાડેજાને (Rivaba Jadeja) મેદાને ઉતાર્યા છે. રીવાબાને મેદાને ઉતારાતા બિગ ફાઈટ સીટ ( Big fight Seat ) બની છે. મુખ્ય ત્રણ પક્ષ સહિત અપક્ષ ઉમેદવારો પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં આ બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાને છે.
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર : ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા ( Rivaba Jadeja ) છે. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાને ભાજપે મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠક હાઇપ્રોફાઇલ બની ચૂકી છે.