રાજકોટ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે પહેલા ચરણમાં મતદાનના ગણતરીના જ દિવસો ( First Phase Voting in Gujarat )બાકી છે. એવામાં તમામ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat )ઉપર ડોક્ટર દર્શિતા શાહને ટિકિટ ( BJP Woman Candidate Dr Darshita Shah ) આપવામાં આવી છે. એવામાં રાજકોટ પશ્ચિમ બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી પણ પ્રથમ વખત અહીંથી જ ચૂંટણી લડ્યા હતાં અને ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતાં. ત્યારે જાણીએ રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠકનો ઇતિહાસ.
નરેન્દ્ર મોદી અહીંથી પહેલીવાર ચૂંટણી લડ્યાં હતાંવર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમને છ મહિનાની અંદર વિધાનસભામાં ચૂંટાવવું ફરજિયાત હતું. ત્યારે તેમણે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat )પસંદ કરી હતી. જ્યારે આ બેઠક પર વજુભાઈ વાળા જે કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ગુજરાતના પૂર્વ નાણાંપ્રધાન હતાં તેઓ ચાલુ ધારાસભ્ય તે સમયે કાર્યરત હતાં. પરંતુ તેમને નરેન્દ્ર મોદી માટે આ બેઠક ખાલી કરી હતી અને 2002માં પેટાચૂંટણી યોજાઈ હતી. આ રીતે મોદી રાજકોટથી પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને અંદાજિત 14000 કરતા વધુ મતોથી તેમણે જીત મેળવી હતી. ત્યારબાદ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન પદ સુધી પણ પહોંચ્યા છે.
નરેન્દ્ર મોદીની થ્રોબેક ઇમેજ આ બેઠકે રાજ્યને બે મુખ્યપ્રધાન એક નાણાંપ્રધાન આપ્યાંગુજરાત રાજ્યને રાજકોટ પશ્ચિમ બેઠક ( Rajkot West Assembly Seat )થી અત્યાર સુધીમાં બે મુખ્યપ્રધાન અને એક નાણાંપ્રધાન મળ્યાં છે. જેમાં પ્રથમ વાત કરવામાં આવે તો વજુભાઈ વાળા જેવો અહીંથી ચૂંટણી લડ્યા હતા અને રાજ્યના નાણાંપ્રધાન રહી ચૂક્યા છે. આ સાથે જ વજુબાપા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને મુખ્યપ્રધાન બન્યા હતા. આ પછી વિજય રૂપાણી પણ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં અને રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતાં. ત્યારે એવી પણ માન્યતા છે કે આ બેઠક પરથી જે પણ ચૂંટણી લડે છે તેઓ મુખ્યપ્રધાન અથવા પ્રધાન પદ સુધી પહોંચે છે.
ત્રણ લાખથી વધુ મતદારોરાજકોટ પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠક ( Rajkot West Assembly Seat )માં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે. પાટીદારો ઉપરાંત 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા મતદારો હોવાનું આંકડા કહી રહ્યા છે. એકંદરે રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે. અહીં અનેક સવર્ણ મતદારો ભાજપ તરફી રહ્યા છે, જેથી આ બેઠક પર ભાજપની પકડ મજબૂત છે.
પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયેલ નેતાઓનો રાજયોગ લાંબો આ અંગે રાજકોટના વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર જાનીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બેઠક પહેલેથી જ હાઇ પ્રોફાઈલ રહી છે. તેમજ તેને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષોથી આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતાઓ જ ચૂંટણી લડે છે. બેઠકના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ બેઠક પરથી જે પણ ધારાસભ્ય ચૂંટાય તેમની રાજકીય કારકિર્દી લાંબી હોય છે. જેમ કે વજુભાઈ વાળા, નરેન્દ્ર મોદી વિજય રૂપાણી અહીંથી ચૂંટાયા હતા. રાજકોટની આ બેઠકના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભાજપ દ્વારા સેકન્ડ કેડરના નેતાને આ વખતે ( Gujarat Assembly Election 2022 ) ટિકિટ આપવામાં આવી છે અને એ પણ મહિલા ઉમેદવાર ( BJP Woman Candidate Dr Darshita Shah )ને. અગાઉ ભાજપે આ બેઠકથી કોઈપણ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી.