ગુજરાત

gujarat

By

Published : Nov 27, 2022, 10:02 PM IST

ETV Bharat / assembly-elections

સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 31 કિલોમીટર સુધીનો મેગા રોડ શો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત રાજકારણમાં મેગા શો કરવા માટે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા હતા એરપોર્ટથી લઈને કામરેજ વિસ્તારમાં ગોપીન ફાર્મ સભાસ્થળ સુધી આશરે 31 કિલોમીટર સુધીના રોડ કરી તેઓએ અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો કર્યો (Prime Minister Narendra Modi mega road show) છે.

Etv BharatGujarat Assembly Elections 2022
Etv BharatGujarat Assembly Elections 2022

સુરત:ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત રાજકારણમાં મેગા શો કરવા માટે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા હતા એરપોર્ટથી લઈને કામરેજ વિસ્તારમાં ગોપીન ફાર્મ સભાસ્થળ સુધી આશરે 31 કિલોમીટર સુધીના રોડ કરી તેઓએ અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો કર્યો(Prime Minister Narendra Modi mega road show) છે. વડાપ્રધાનના સ્વાગત માટે લોકો ઉત્સાહિત, પીએમ મોદીના રૂટ પર રસ્તાની બંને તરફ ભારે જનમેદની ઉમટી, મોદી મોદીના નારાથી રસ્તા ગુંજી ઉઠ્યા હતા. વડાપ્રધાનની એક ઝલક જોવા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળ્યા છે.

સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 31 કિલોમીટર સુધીનો મેગા રોડ શો

31 કિલોમીટર સુધીનો રોડ મેગા શો:પ્રધાનમંત્રીના રસ્તાનો રૂટ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યો છે.રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સુરતમાં વરાછા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા ને સંબોધ્યા હતા. સુરતમાં PM મોદી રાત્રી રોકાણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ દિન સુધીના સૌથી મોટા રોડ શો છે. રોડ શો અને સભાથી તેઓ 12 વિધાનસભા બેઠકને આવરી લેશે અને ખાસ કરીને ચાર આવી બેઠકો જે આ પાટીદાર મતદાતાઓનો પ્રભુત્વ છે. તેમને પોતાની તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરશે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ:સુરતના પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ટુંક સમયમાં AAPએ પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. સુરતની વરાછા રોડ, કતારગામ, ઓલપાડ, કરંજ બેઠકમાં ઉમેદવાર તરીકે અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયા, ધાર્મિક માલવિયા, મનોજ સોરઠીયા વગેરેનો સમાવેશ થાય છે. આ જાદુને દૂર કરવા માટે PM મોદીએ આગેવાની લીધી છે. તેઓ રવિવારે પાટીદાર પ્રભુત્વ ધરાવતી સુરત (ઉત્તર), વરાછા રોડ, કતારગામ, કરંજ, ઓલપાડ અને કામરેજ બેઠકો પર પહોંચશે.

ABOUT THE AUTHOR

...view details