ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

વોટિંગ કેમ્પની વ્યવસ્થાથી કર્મચારીઓનું મતદાન, ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન ક્યાં ગોઠવાયું જૂઓ - ગુજરાત વિધાનસભા ચૂંટણી

દેશમાં કોઈ પણ ચૂંટણી હોય પ્રથમ મતદાન કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે ભાવનગરમાં પ્રથમ મતદાન ( Bhavnagar Police Voting ) થઈ ચૂક્યું છે. હવે પ્રજાએ મતદાન 1 તારીખના ( First Phase Poll ) રોજ કરવાનું રહેશે. ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન ( Postal ballot voting in Bhavnagar ) વિશે વધુ જાણો.

વોટિંગ કેમ્પની વ્યવસ્થાથી કર્મચારીઓનું મતદાન, ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન ક્યાં ગોઠવાયું જૂઓ
વોટિંગ કેમ્પની વ્યવસ્થાથી કર્મચારીઓનું મતદાન, ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન ક્યાં ગોઠવાયું જૂઓ

By

Published : Nov 28, 2022, 7:30 PM IST

ભાવનગર ભાવનગરમાં પ્રથમ મતદાન થઈ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી ( Bhavnagar Police Voting ) અને કર્મચારીઓએ પહેલા ચરણના મતદાનમાં ( First Phase Poll ) પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ પોલીસ અધિકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેનું પ્રથમ મતદાન ( Postal ballot voting in Bhavnagar ) કર્યું હતું.

મતદાન માટે કરવામાં આવી વ્યવસ્થા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી અંતર્ગત 25 નવેમ્બરે પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ હતી. ભાવનગર જિલ્લામાં પોલીસ વિભાગ ( Bhavnagar Police Voting ) માટે અલાયદા ત્રણ સેન્ટર પર પોલીસકર્મીઓએ પોસ્ટલ બેલેટ મતદાન ( Postal ballot voting in Bhavnagar ) માટે સવારથી લાઈન લગાવી હતી.

ભાવનગરમાં કયા કયા સ્થળે પ્રથમ મતદાન થયું ભાવનગર જિલ્લામાં 99-મહુવા બેઠક પર કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા, 100-તળાજા બેઠક પર સરકારી વિનયન કોલેજ- તળાજા, 101-ગારીયાધાર બેઠક પર એમ.ડી.પારેખ હાઇસ્કુલ, નાની વાવડી રોડ- ગારીયાધાર, 102-પાલીતાણા બેઠક પર મોડેલ સ્કૂલ, માનવડ, હડમતીયા, ગારીયાધાર રોડ- પાલીતાણા, 103-ભાવનગર ગ્રામ્ય સર બી.પી.ટી.આઈ.ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ, વાઘાવાડી રોડ- ભાવનગર , 104 ભાવનગર પૂર્વ બેઠક પર ડી.એ.વળીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિદ્યાનગર- ભાવનગર અને 105- ભાવનગર પશ્ચિમ બેઠક ખાતે એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર- ભાવનગર ખાતે તેમજ પોલીસ અધિક્ષકની કચેરી, ભાવનગર ખાતે ( Postal ballot voting in Bhavnagar )મતદાન ( Gujarat Assembly Election 2022 ) થયું છે.

સરકારી ઓફિસીસમાં મતદાનભાવનગર ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, ( Bhavnagar Police Voting ) પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી- કર્મચારીના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી. ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે, નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, મહુવા કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે અને નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પાલીતાણા ખાતે પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડ, પાલીતાણા ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન ( Gujarat Assembly Election 2022 ) કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details