ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

સુરત: 12 બેઠકો પર મોટાભાગના ઉમેદવારો કરોડપતિ, એફિડેવિટમાં આંક જોઈ ચોંકી જશો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) તારીખ 1 ડિસેમ્બરે યોજના મતદાન માટે સોમવારે ફોર્મ ભરવાની છેલ્લી મુદત છે. કેટલાક ઉમેદવારોએ ફોર્મમાં ભર્યા છે તો બીજી બાજુ કેટલાક બાકી છે અત્યાર સુધી જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે તેમને ઉમેદવારી પત્રક સાથે રજૂ કરેલી એફિડેવિટનું (filling the nomination form) એનાલિસિસ કરતા રોચક જાણકારી મળી છે. જેમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધી જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી છે. તેમાં 90 ટકા ઉમેદવારો કરોડોની સંપત્તિના માલિક છે.

સુરત: 12 બેઠકો પર મોટાભાગના ઉમેદવારો કરોડપતિ
સુરત: 12 બેઠકો પર મોટાભાગના ઉમેદવારો કરોડપતિ

By

Published : Nov 13, 2022, 1:20 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

સુરત:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly election 2022) તારીખો જાહેર થયા બાદ હઝાળ દરેક પાર્ટીઓ જીત મેળવવા કમર કસી છે. બીજી તરફ ઉમેદવારોએ ફોર્મ ભરવાના પણ ચાલુ કરી દીધા છે. સુરતની 12 વિધાનસભા (Surat's 12 assembly seat) બેઠક પર આ વખતે રોચક જંગ જોવા મળશે કારણ કે ભાજપ, કોંગ્રેસ સાથે 'આપ' પણ આ વખતે મેદાનમાં છે. ત્રણે પાર્ટીએ પોતપોતાના ઉમેદવારોનું નામ જાહેર કર્યું છે. નામ જાહેર થયા બાદ ઉમેદવારો ઉમેદવારી પત્રક (filling the nomination form) પણ ભરી રહ્યા છે. જો કે સોમવારે પણ ઘણા ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરશે પરંતુ અત્યાર સુધી જેટલા પણ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા છે તેમની એફિડેવીટ (affidavits of all the candidates) પર નજર કરીએ તો ઘણી જાણકારીઓ મળે છે. તેમાં 90 ટકા ઉમેદવારો કરોડોની સંપત્તિના માલિક છે.

જમીનદાર છે પણ કાર નથી: ઉધના વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ મનુ પટેલ તેમની પાસે એક પણ વાહન ન હોવાનું જણાવ્યું છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામની સ્કૂલમાં ભણ્યા છે. તેઓ માત્ર ધોરણ નવ સુધી ભણ્યા છે અને મહેસાણામાં તેઓ 6.72 કરોડોની મિલકત ધરાવે છે.

ધારાસભ્ય પ્રિપેરેટરી કરીને ગ્રેજ્યુએશન: લિંબાયત વિધાનસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટી એ ત્રીજીવાર સંગીતા પાટીલને ટિકિટ આપી છે. એફિડેવિટમાં તેઓએ જણાવ્યું છે કે તેમની કરતા તેમના પતિની આવક વધારે છે. તેઓએ તેમનો વ્યવસાય સમાજ સેવાનો જણાવ્યું છે. 57ની કમાણી દર્શાવી છે. તેઓએ ધારાસભ્ય પ્રિપેરેટરી કરીને ગ્રેજ્યુએશન કર્યું છે.

281 નંગ ડિપોઝીટની રસીદો: સુરત પૂર્વાના ભાજપના ઉમેદવાર અરવિંદ રાણા અને તેમની પત્ની સ્મોલ સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટનો મોટો પોર્ટફોલિયો ધરાવે છે. તેઓએ એફિડેવિટમાં જણાવ્યું છે કે નાની મોટી મળીને જુદી-જુદી બેંકોની કુલ 281 નંગ ડિપોઝીટની રસીદો તેઓ ધરાવે છે. એટલું નહીં રોકાણ 77લાખથી વધુનું છે. અરવિંદ રાણા 18 મ્યુચ્યુઅલ ફંડમાં 33.50 લાખ અને તેમના પત્ની 26 મ્યુચ્યુલ ફંડમાં 24.30 લાખનું રોકાણ ધરાવે છે. આવી જ રીતે અરવિંદ રાણા પાસે ફુલ ફ્રીજ કંપનીના રૂપિયા 21 લાખના મૂલ્યના શહેર છે. તેમની પત્ની પાસે 58 કંપનીના કુલ 58 લાખના શેર રોકાણ છે. વર્ષ 2017ના ઇન્કમટેક્સ રિટર્નની આવક અને છેલ્લા ઇન્કમટેક્સની આવક જોઈએ તો 350 ટકાના આવકમાં વધારો છે.

વિનુ મોરડીયાએ દોડ કરોડ જેટલી રકમ લોન આપી છે: પૂર્વ મંત્રી અને હાલ કતારગામ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયા એ જણાવ્યું છે કે તેઓએ પરિવારજનો અને પાર્ટનરોને રૂપિયા દોડ કરોડ જેટલી માતબર રકમની લોન આપી છે.વિનુ મોરડીયા ભુપેન્દ્ર પટેલ સરકારમાં શહેરી વિકાસ મંત્રી રહી ચુક્યા છે.

ધારાસભ્ય બન્યા બાદ વકીલાતનો વ્યવસાય સ્થગિત કર્યો:સુરત પશ્ચિમના ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ ઉમેદવારી પત્રક ભર્યું છે. એફિડેવિટમાં તેઓએ જણાવ્યું છે કે જ્યારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ તેઓએ વકીલાતનો વ્યવસાય સ્થગિત કર્યો છે. ધારાસભ્ય તરીકે તેમને જે બધું મળે છે તે જ તેમની આવકનો આધાર હોવાનું તેઓએ એફિડેવિટમાં જણાવ્યું છે. તેમની ઉપર એક પણ ક્રિમિનલ કેસ નથી.

ગોપાલ ઇટાલીયા પર 17 જેટલા કેસો:આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને હાલ કતારગામ વિધાનસભા બેઠક પરથી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા સામે જુદી જુદી કોર્ટમાં 17 જેટલા કેસો ચાલી રહ્યા છે એક પણ કેસમાં હજુ સુધી તેમની સજા થઈ નથી. એવી જ રીતે આ માનવી પાર્ટીના અન્ય ઉમેદવારો સામે પણ પોલીસ કેસ હોવાનું ઉમેદવારો એ એફિડેવિટમાં જણાવ્યું છે.

કેટલાક ગ્રેજ્યુએટ અને કોઈ ધો 10 પણ પાસ નથી:હાલ ઉમેદવારી પત્રક ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. 14 મી નવેમ્બર સોમવાર સુધી આ પ્રક્રિયા હાથ ધરાશે એવામાં જ બહાર બેઠક પર ફોર્મ ભરનારા ઉમેદવારોનો અભ્યાસ રજૂ કરાયો હતો. જેમાં પૂર્ણશ મોદી ( ભાજપ) અને દર્શક નાયક (કોંગ્રેસ) અંડર ગ્રેજ્યુએટના અભ્યાસ બાદ એલએલબીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ઉમેદવાર ગોપાલ ઇટાલીયા (આપ) એસ.વાય સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે કામરેજ બેઠક પર ઉમેદવારી નોંધાવનારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુક સિવિલમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યું છે. સુરત પશ્ચિમના કોંગ્રેસના વિધાનસભા માટેના ઉમેદવાર સંજય પટવા ધોરણ 10 સુધી પણ ભણ્યા નથી. ભાજપના વિનોદ મોરડીયા ધોરણ 10 પાસ કર્યું છે. ઉપરાંત ઉત્તર બેઠક પર ઉમેદવારી નોંધાવનારા ભાજપના મનું પટેલ નવ પાસ કર્યું છે. ઓલપાડ વિધાનસભા પરના ઉમેદવાર અને મંત્રી મુકેશ પટેલે ડ્રાફ્ટ મેન સિવિલનો અભ્યાસ કર્યો છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details