પાટણ:ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની (Bharatiya Janata Party national president Jagat Prakash Nadda) જાહેર સભા મંગળવારના રોજ પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના (Chansma assembly seat)ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોરના (BJP candidate Dilipji Thakor) સમર્થનમાં ચાણસ્માના સરદાર ચોકમાં વિશાળ જનમેદની વચ્ચે યોજવામાં આવી હતી. જાહેર સભા સંબોધી ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરને વિજય બનાવી ચાણસ્માનું કમળ ગાંધીનગર મોકલવા આહવાન કર્યું હતું.જે.પી.નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (aam aadmi party) પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, મેધા પાટકર સાથેની આ નવી દોસ્તી શું છે?
જે.પી નડ્ડાની અપીલ: પાટણ જિલ્લાની ચાર વિધાનસભાઓ પૈકીની 17 ચાણસ્મા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડાએ અહીંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર દિલીપકુમાર ઠાકોરના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી. ચાણસ્મા ખાતે સરદાર ચોક ખાતે જે.પી નડાએ સભા સંબોધતા ભારતીય જનતા પાર્ટીના સૌના સાથ સૌના વિકાસના સૂત્રને સાર્થક કરી આ વિસ્તાર માટે નર્મદાના નીર, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ તેમજ આ વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવવા માટે હારીજ સમી ખાતે આઇટીઆઇ કેન્દ્ર ,સાયન્સ કોલેજ અને આ વિસ્તારની દીકરીઓ શિક્ષિત બને તે માટે કરવામાં આવેલા પ્રયાસો લોકો સમક્ષ મૂકી આ વિસ્તારના ઉમેદવાર દિલીપકુમાર ઠાકોરને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.