ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પક્ષ જે જવાબદારી આપશે તે નિભાવીશ: અલ્પેશ ઠાકોર - alpesh thakor mla of gandhinagar south

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટાઈને આવેલા અલ્પેશ ઠાકોરે ETV ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષ જે જવાબદારી આપશે તે હું નિભાવીશ.ગાંધીનગર દક્ષિણ ગ્રામ્ય વિસ્તારોના ખૂબ સારો વિકાસ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે પાંચ વર્ષ લોકોની વચ્ચે રહીને પસાર કરીશુ.

પક્ષ જે જવાબદારી આપશે તે નિભાવીશ: અલ્પેશ ઠાકોર
interview-with-alpesh-thakor-mla-of-gandhinagar-south-assembly-seat

By

Published : Dec 10, 2022, 8:12 PM IST

પક્ષ જે જવાબદારી આપશે તે નિભાવીશ

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક ઉપર ભવ્ય વિજય થયો છે. આજે કમલમ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી વિજેતા થયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ પહોંચ્યા હતા. ETV ભારત સાથેની ખાસ વાતચીત કરી હતી. જેમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગાંધીનગર દક્ષિણ ગ્રામ્ય વિસ્તારોના ખૂબ સારો વિકાસ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે પાંચ વર્ષ લોકોની વચ્ચે રહીને પસાર કરીશુ.

જીત બાબતે શુ કહ્યું અલ્પેશ ઠાકોરે?

ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને જનતાના આશીર્વાદથી જીત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને દિગ્ગજ નેતાઓએ પણ મહાસભા તથા રેલીનું વિધાનસભા ચૂંટણી દરમિયાન આયોજન કર્યું હતું. લોકોનો ખૂબ જ સારો પ્રેમ પ્રાપ્ત થયો છે.

પ્રધાન બાબતે અલ્પેશ ઠાકોરે તોડ્યું મૌન

ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં અલ્પેશ ઠાકોરને સંભવિત નામોમાં ખૂબ જ આગળ છે. અલ્પેશ ઠાકોરની સરકારમાં પ્રધાન પણ બની શકે છે. આ બાબતે ETV પાસે પ્રશ્ન કર્યો હતો જેમાં અલ્પેશ ઠાકોરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હું ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી ખુબ સારા માટેની જીત્યો છું પરંતુ પક્ષ મને જે કોઈ પણ પ્રકારની જવાબદારી આપશે તે હું જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છું. અલ્પેશ ઠાકોર બેમાં આ બેમાંથી કઈ જગ્યા ઉપર જોવા મળશે ત્યારે તેના જવાબમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે પક્ષ જે કોઈપણ પ્રકારની જવાબદારી આપશે તે જ જવાબદારી સ્વીકારી અને પક્ષ જે નિર્ણય કરશે તે સર્વગ્રાહી રાખીશું.

45,000થી વધુની મટે જીત્યા અલ્પેશ ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક અલ્પેશ ઠાકોરનું નામ જાહેર થતાં જ અનેક વિરોધ થયા હતા. તે વિરોધની વચ્ચે અલ્પેશ ઠાકોર 45000થી વધુ લીડથી ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર જીત મેળવી છે. અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજમાંથી આવતા હોવાના કારણે અને ઠાકોર સમાજનું સાધુ સંગઠન ધરાવે છે. બીજી તરફ ઠાકોર સમાજના દિગ્ગજ નેતા એવા દિલીપ ઠાકોરની વિધાનસભામાં હાર થઈ છે. અલ્પેશ ઠાકોર કેબિનેટ અથવા તો રાજ્યકક્ષાના પ્રધાન બનવા માટે પ્રબળ દાવેદાર છે.

ABOUT THE AUTHOR

...view details