અમદાવાદ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. બીજા તબક્કાની ચૂંટણીમાં 92 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. આમ પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 788 ઉમેદવારો ઉભા રહ્યા છે. બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આમ કુલ 1621 ઉમેદવારો ચૂંટણી (Total Number of Candidates ) લડશે.
ભાજપ, કોંગ્રેસ અને આપ કેટલી બેઠક પર ચૂંટણી લડશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Total Number of Candidates )બન્ને તબક્કામાં થઈને ભારતીય જનતા પાર્ટી 182 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 179 અને એનસીપી 3 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી 181 બેઠકો પર ચૂંટણી જંગમાં છે.
કુલ 612 અપક્ષો ચૂંટણી મેદાનમાં 2022ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) પ્રથમ તબક્કામાં 331 અપક્ષ અને બીજા તબક્કામાં 281 અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. આમ બન્ને તબક્કામાં થઈને કુલ 612 અપક્ષ ચૂંટણી જંગમાં ( Total Number of independent candidates) છે. 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો કુલ 794 અપક્ષો ચૂંટણી લડ્યા હતા, તેમાંથી માત્ર 3 અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. જ્યારે 2012 વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો કુલ 668 અપક્ષો ચૂંટણી લડ્યા હતા, અને તેમાંથી માત્ર એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા.
1995માં 1617 અપક્ષો મેદાનમાં હતા ગુજરાત વિધાનસભાના ઈતિહાસ પર એક નજર કરીએ તો 1995માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1617 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. અત્યાર સુધીના ઈતિહાસમાં આ આંકડો સૌથી મોટો રહ્યો છે. તેમાંથી 16 અપક્ષ ઉમેદવારો જીત્યા હતાં. 1990ની ચૂંટણીમાં 990 અપક્ષ ઉમેદવારો ચૂંટણી ( Total Number of independent candidates)લડ્યા હતા અને તેમાંથી 11 અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. એવી જ રીતે 1975માં માત્ર 366 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, પણ તેમાંથી 16 જેટલા સૌથી વધુ ઉમેદવારો જીત્યા હતાં.
સીએમના વિસ્તારમાં કેટલા ઉમેદવારોગુજરાતના મુખ્યપ્રધાન ભૂપન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે બેઠક પર ભાજપ જ્યારે સેન્સ પ્રક્રિયા કરી હતી, ત્યારે તે બેઠક પર ભૂપેન્દ્ર પટેલનું એક જ નામ આવ્યું હતું. આ ઘાટલોડિયા બેઠક પર કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વર્તમાન અને ભાવિ મુખ્યપ્રધાન સામે કોંગ્રેસમાંથી એડવોકેટ અમિબહેન યાજ્ઞિક અને આમ આદમી પાર્ટીમાંથી વિજયભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. ઘાટલોડિયાએ પાટીદારોનો વિસ્તાર છે, આથી ત્યાં ચાર પાટીદારો ચૂંટણીના મેદાનમાં છે. પણ આ વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે. આનંદીબહેન પટેલ પણ આ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતાં.
હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની બેઠક પર કેટલા ઉમેદવારહાર્દિક પટેલની વિરમગામ બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે. જિગ્નેશ મેવાણીની વડગામ બેઠક પર કુલ 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર કુલ 11 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
ઈસુદાન અને ગોપાલ ઈટાલિયાની બેઠક પર શું સ્થિતિઆમ આદમી પાર્ટીના સીએમ ફેસ ઈસુદાન ગઢવીની ખભાળિયા બેઠક પર કુલ 11 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની કતારગામ બેઠક પર કુલ 8 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
અર્જુન મોઢવાડિયાની પોરબંદર બેઠક કોંગ્રેસના સીનીયર લીડર અર્જુન મોઢવાડિયાની પોરબંદર બેઠક પર કુલ 11 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તેમજ અમદાવાદની બાપુનગર બેઠક પર કુલ 29 ઉમેદવારો, અમરાઈવાડી બેઠક પર કુલ 17 ઉમેદવારો, ધોળકા બેઠક પર કુલ 15 ઉમેદવાર, મોરબી બેઠક પર કુલ 17 ઉમેદવારો, રાજુલા બેઠક પર કુલ 15 ઉમેદવારો, ભાવનગર પશ્ચિમ બેઠક પર કુલ 15 ઉમેદવારો, ઓલપાડમાં કુલ 15 ઉમેદવારો, લીંબડી બેઠક પર કુલ 15 ઉમેદવારો, અમદાવાદની વેજલપુર બેઠક પર કુલ 15 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં જંગે (Gujarat Assembly Election 2022 ) ચઢશે.
સૌથી વધુ અને સૌથી ઓછા ઉમેદવાર કઈ બેઠક પર સૌથી વધુ સુરતના લિંબાયત વિસ્તારની બેઠક પર કુલ 44 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આથી ત્યાં પોલીંગ સ્ટેશન પર ચૂંટણી પંચને ત્રણ બેલેટ મશીન મુકવા પડશે. જ્યારે સુરતની મહુવા બેઠક, ગણદેવી બેઠક અને ઈડર બેઠક પર માત્ર 3 જ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ત્રણ બેઠક પર સૌથી ઓછા ઉમેદવારો ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) લડશે.