વાંસદા:ગુજરાત વિધાનસભાની ચુંટણી ઘણી રસપ્રદ રહી. ખાસ કરીને આદિવાસીઓને રીઝવવા માટે આ ચુંટણીમાં ભાજપે રણનીતિ બનાવી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ABCD ની શરૂઆત જ A ફોર આદિવાસીથી થતી હોવાની વાત કરી હતી. 2017 માં દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી વ્યારા, નિઝર માંડવી, વાંસદા અને ડાંગ કોંગ્રેસના ફાળે રહી હતી. જેમાં ઘણી બેઠકો આઝાદી બાદથી કોંગ્રેસના હાથમાં જ રહેતી આવી હતી. નવસારી જિલ્લાની 177 વાંસદા વિધાનસભા (vasada assembly seat)પણ એક છે. લાંબા સમયથી ભાજપ વાંસદા જીતવા મથામણ કરી રહી હતી પણ ફાવી ન (anant patel congress won vasada assembly seat) હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખે રાજકીય દત્તક લીધેલી વાંસદા બેઠક પર અનંત પટેલનો એક્કો કેમ? વાંસદા જીતવા ભાજપે એડીચોટીનું જોર: 2022 ની ચુંટણીમાં વાંસદા (vasada assembly seat)જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું, જેમાં નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ એક વર્ષ પૂર્વે વાંસદા વિધાનસભા રાજકીય રીતે દત્તક(CR Patil political adopted vasada) લઈ જીતવા માટેનો નિર્ધાર કર્યો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત કેન્દ્ર અને રાજ્યના નેતાઓ, યુવા મોર્ચા સાથે જિલ્લા ભાજપની ટીમ વાંસદામાં ઉતારી હતી. બીજી તરફ મોદીના ઝંઝાવાતી પ્રચારને કારણે આવેલા વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતની અન્ય કોંગ્રેસી બેઠકો પર ભગવો લહેરાવી (CR Patil political adopted vasada)દીધો. પરંતુ વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલને હલાવી શક્યુ (anant patel congress won vasada assembly seat)નથી.
ભાજપના પ્રદેશ પ્રમુખે રાજકીય દત્તક લીધેલી વાંસદા બેઠક પર અનંત પટેલનો એક્કો કેમ? પાર-તાપી-નર્મદા લિંક યોજના આંદોલનના પોસ્ટર બોય: અનંત પટેલ (anant patel congress won vasada assembly seat) પાર-તાપી-નર્મદા લિંક યોજના તેમજ ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં કરેલા આંદોલનોને કારણે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં મોટા આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. હોમ પીચ વાંસદામાં પણ 'મારૂ ઘર, અનંતનુ ઘર', સંઘર્ષ યાત્રા તેમજ અન્ય આંદોલનો સાથે લોકો વચ્ચે રહ્યા હતા. જેને કારણે ભાજપની જીતની આશા બની હોવા છતાં અનંત પટેલ અડગતાથી વાંસદા બેઠક (vasada assembly seat)જીતી શક્યા. સાથે જ 2017 માં મળેલી લીડ કરતા આ વખતે ડબલ 33942ની લીડ મેળવી (anant patel congress won vasada assembly seat)વિજેતા થયા છે.
રાજકીય વિશ્લેષકોના મતે:ભાજપની હાર સ્થાનિક અને જિલ્લાની પાંગળી નેતાગીરીને કારણે થઈ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. કારણ 8 મહિના પાણી સમસ્યા વેઠતા પર્વતીય પ્રદેશ વાંસદાના(vasada assembly seat) લોકોને ભાજપ રિવર લિંક યોજનાના લાભો સમજાવી નથી શક્યા અથવા તો યોજનાનો વૈકલ્પિક માર્ગ નથી શોધી શક્યા. આ સાથે જ ભાજપની આંતરિક ગૂંચ પણ અનંત પટેલને (anant patel congress won vasada assembly seat)મજબૂત બનાવી ગઇ હોવાનું અનુમાન છે. સ્થાનિક સંગઠન અને પંચાયતના આગેવાનોના ગામોમાં પણ ભાજપ માઈનસમાં રહી હોવાની ચર્ચાઓ પણ ઉઠી રહી છે.