ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

વડોદરામાં ગત વિધાનસભાની ચૂંટણી કરતા મતદાનમાં 10 ટકાનો ઘટાડો - gujarat

વડોદરા જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) કરતા શહેર-જિલ્લાની 10 બેઠકો (voting for 10 assembly seats of vadodara) પર મતદાનમાં 10 ટકાથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં એક પણ વિધાનસભા બેઠક પર 60 ટકાથી વધુ મતદાન થયું નથી. ભાજપ બુથ મેનેજમેન્ટ ગ્રામ્ય કરતા શહેરમાં નબળું પડ્યું હોય તેમ લાગી રહ્યું છે.

ગત વિધાનસભાની ચૂંટણી કરતા 10 બેઠકો પર મતદાનમાં 10 ટકાનો ઘટાડો
gujarat-assembly-election-2022-less-voting-of-10-percenrtage-than-last-election-in-gujarat

By

Published : Dec 6, 2022, 2:16 PM IST

વડોદરા: ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીના(Gujarat assembly election 2022) પ્રથમ અને બીજા ચરણનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે વડોદરા જિલ્લામાં 10 વિધાનસભા બેઠક માટે બીજા તબક્કાનું સોમવારે મતદાન (voting for 10 assembly seats of vadodara)યોજાયું હતું. જેમાં વડોદરા જિલ્લાની શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોના 72 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. ગત 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીના મતદાનના આંકડામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેમ ખાસ કરીને શહેરની 5 વિધાનસભા બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણી કરતા 10 ટકાથી પણ વધારે મતદાનમાં ઘટાડો (less voting of 10 percenrtage than last election)જોવા મળ્યો છે. વડોદરા જિલ્લાની 10 બેઠકો માટે સરેરાશ મતદાન 63.81% નોંધાયું છે.

વડોદરામાં ગત વિધાનસભાની ચૂંટણી કરતા મતદાનમાં 10 ટકાનો ઘટાડો

વિધાનસભાની ચૂંટણીમાં થયેલ મતદાન:ગુજરાત વિધાનસભાની 2022ની(Gujarat assembly election 2022) ચૂંટણીમાં સૌથી વધુ મતદાન 71.72% સાવલી વિધાનસભામાં મતદાન થયું છે તો સૌથી ઓછું વડોદરા શહેર રાવપુરા બેઠક પર 57.69% નોંધાયું છે. જે વર્ષ 2017 કરતા ખૂબ ઓછા પ્રમાણમાં નોંધાયું છે. વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા વિસ્તારો પ્રમાણે મતદાનની વાત કરીએ તો અકોટામાં 59.36 % ડભોઇમાં 72.99 % કરજણમાં 71.43 % માંજલપુરમાં 59.54 % પાદરામાં 71.29 % રાવપુરામાં 57.69 % સાવલીમાં 71.92 % સયાજીગંજમાં 58.12 % વડોદરા સિટી બેઠકમાં 60.02 % અને વાઘોડિયામાં 67.71 % મતદાન નોંધાયું છે.

ઓછું મતદાન થવાનું કારણ:ગત વિધાનસભાની ચૂંટણી(Gujarat assembly election 2022) કરતા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં(Gujarat assembly election 2022) બીજા તબક્કામાં વડોદરા જિલ્લામાં થયેલ મતદાનમાં 10 ટકાથી પણ વધુનો ઘટાડો થયો છે. એક તરફ ભાજપના જિલ્લા બેઠકો કરતા શહેર બેઠકમાં બુથ મેનેજમેન્ટ નબળું જોવા મળ્યું હતું. ઓછા મતદાન માટે રાજકીય પક્ષોએ પોત પોતાના કારણો આગળ ધર્યા છે. ભાજપે ઓછા મતદાનમાં દોષનો ટોપલો ઢોળ્યો છે. કોંગ્રેસ મતદારોમાં નિરાશાના કારણે ઓછું થયું છે. સાથે જ અન્ય બુથ પર રહેલ કર્મચારીઓને યોગ્ય ટ્રેનીંગના અભાવે લાંબી લાંબી લાઈનો લાગતા મતદારો કંટાળી મતદાન સ્થળ છોડી ચાલ્યા ગયા હતા. સાથે લગ્ન સિઝન હોવાના કારણે મતદાન ખૂબ ઓછું થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે એક મુખ્ય કારણ એ પણ છે કે કેટલાક મતદારોના નામ ચૂંટણી(Gujarat assembly election 2022) યાદીમાંથી ગાયબ જોવા મળતા કેટલાક મતદારો નિરાશ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details