ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

Gujarat assembly election 2022: જાણો ઉત્તર ગુજરાતનો રાજકીય ઇતિહાસ - સુરત મહાનગરપાલિકા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે. પાટીદાર,ઓબીસી તથા દલિત અને આદિવાસી વોટબેંક (patidar and tribal vote bank) ધરાવતા ઉત્તર ગુજરાત પર સૌની નજર છે. દરેક પાર્ટીઓએ જાતિગત સમીકરણને ધ્યાને રાખીને ટિકિટોની વહેંચણી કરી છે ટિકિટોની વહેંચણી કરી છે.ત્રીજા પક્ષની એન્ટ્રી બાદ રાજકીય સમીકરણ બદલાયા છે. ત્યારે જોવાનું રહ્યું કે અખ્તરે ઉત્તર ગુજરાત કોને ફળે છે

Gujarat assembly election 2022: જાણો ઉત્તર ગુજરાતનો રાજકીય ઇતિહાસ
gujarat-assembly-election-2022-know-the-political-history-of-north-gujarat

By

Published : Nov 15, 2022, 7:59 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ઉત્તર ગુજરાત:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )જાહેર થઇ ચુકી છે. એક વર્ષ પહેલા આખેઆખી સરકાર બદલીને પાટીદાર મુખ્યપ્રધાનને ગુજરાતની ગાદીએ બેસાડવા સાથે ભાજપ ચૂંટણી મેદાનમાં આવી ગયો હતો. તો કોંગ્રેસ પણ કોઇ શોર મચાવ્યાં વિના જગદીશ ઠાકોરના (jagdish thakor congress) આગમન બાદ તળના લોકો સુધી સંપર્કો શરુ કર્યાં હતાં. આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં (surat municipal election) નોંધપાત્ર સફળતા મેળવ્યા બાદથી ગુજરાત પર ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો (North Gujarat Assembly Seats) છે. ઉત્તર ગુજરાતમાં કુલ છ જિલ્લાના વિસ્તારમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે. મહદઅંશે સમગ્ર વિસ્તાર પાટીદાર,ઓબીસી તથા દલિત અને આદિવાસી વોટબેંક (patidar and tribal vote bank) ધરાવે છે.

gujarat-assembly-election-2022-know-the-political-history-of-north-gujarat

ઉત્તર ગુજરાતના મતદાર: ઉત્તર ગુજરાતમાં વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 182માંથી કુલ 32 બેઠક આવે છે. તેમાં બનાસકાંઠામાં 9, પાટણમાં 4, મહેસાણામાં 7, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3 અને ગાંધીનગરમાં 5 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોમાં ભાજપને 14 બેઠક, કોંગ્રેસને 17 બેઠક અને એક અપક્ષ પાસે છે.ઉત્તર ગુજરાત વિધાનસભા બેઠકો પર મતદાર સંખ્યા તો ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી યાદી પ્રમાણે ઉત્તર ગુજરાતની 32 બેઠકો (North Gujarat Assembly Seats) પર કુલ મતદારોની સંખ્યા 86,53000 છે. જેમાં 44,58000 પુરુષ મતદારો છે અને 41,93000 મહિલા મતદારો છે.

બે સમાજનો મોટો રોલ: ઉત્તર ગુજરાતમાં બે સમાજનો રોલ ખૂબ મોટો હોય છે એક પાટીદાર અને બીજો ઓબીસી સમાજ. તેમાં ચૂંટણી ગણિત જોઈએ તો પાટીદાર સમાજમાં પણ બે ભાગ છે ઉજળીયાત પાટીદાર અને આંજણા ચૌધરી. આ આંજણા ચૌધરી સમાજ બક્ષીપંચમાં આવે છે. વર્ષોથી પાટીદાર સમાજનો 80 ટકા વર્ગ ભાજપ સાથે છે અને 20 ટકા કોંગ્રેસ સાથે છે. એવી જ રીતે ઠાકોર સમાજ ઓબીસીમાં આવે અને તેમનો સમાજ 80 ટકા કોંગ્રેસ સાથે અને 20 ટકા ભાજપ સાથે છે. દલિત સમાજની વાત કરીએ તો આ મતદારવર્ગ ભાજપ સાથે અને રોહિત સમાજ કોંગ્રેસ સાથે છે. ઉત્તર ગુજરાતનું આ રીતનું રાજકીય જ્ઞાતિ સમીકરણ છે. આને ધ્યાને લઇને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને ટિકીટ આપે છે.આ વિસ્તારમાં ભાજપ કરતાં કોંગ્રેસ બળૂકી રહી છે. એટલે કે કોંગ્રેસનો પરંપરાગત મતદાર વર્ગ તેની સાથે રહ્યો છે. મહેસાણા જિલ્લામાં કુલ મતદારોમાં 42 ટકા જનરલ કેટેગરીના 38 ટકા ઓબીસી કેટેગરીના અને 20 ટકા અન્ય જાતિની કેટેગરીના મતદારો છે. ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્યમા્ પણ કોંગ્રેસ પરંપરાગત ઓબીસી અને દલિતસમાજના મતદારોનો સહકાર મેળવે છે.

જાતિગત સમીકરણ: પાટણમાં પાટીદારોમાં અનામત આંદોલનની અસરને લઇને 2017ની ચૂંટણીથી કોંગ્રેસને સાથ મળ્યો છે. સાબરકાંઠામાં સૌથી વધુ પ્રભુત્વ ક્ષત્રિય પાટીદાર તેમજ ક્ષત્રિય સમાજનું છે. તો એમુક બેઠક પર સૌથી વધુ મતદારો આદિવાસી છે. જાતિ સમીકરણોની રીતે અરવલ્લીમાં પણ ઠાકોર સમાજની વસ્તી વધુ છે. સાથે લેઉઆ, કડવા અને કચ્છી પટેલોની વસ્તી નોંધપાત્ર છે. તો મોડાસામાં કુલ મતોના 10 થી 11 ટકા અને મેઘરજમાં લધુમતી મતો કુલ મતોના 7 થી 8 ટકા હોવાનું અનુમાન છે. મેઘરજમાં ખ્રીસ્તી સમુદાયના લોકોનો પણ સમાવેશ થાય છે.કુલ મળીને પાટીદારો અને ઓબીસી સમાજ તેમજ અન્ય સમાજ એવું જાતિગત ગણિત બેસે છે.

ઉત્તર-ગુજરાતના મુદ્દા:ઉત્તર ગુજરાતમાં (North Gujarat Assembly Seats) મુખ્યત્વે પાણીની સમસ્યા ઘણી વ્યાપક હોય છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં આ મુદ્દે વ્યાપક સમસ્યાઓ શિયાળો ઊતર્યો પણ ન હોય ત્યારથી શરુ થઇ જાય છે.નર્મદા કેનાલ આધારિત ખેતી માટે પણ પૂરતું પાણી ન હોવાની ખેડૂતોની ફરિયાદો સામે આવતી રહે છે. તેમ જ ખેતી વિસ્તારોમાં નકલી બીયારણોની સમસ્યાથી છૂટકારો પણ મુદ્દો છે. મહેસાણાના બેચરાજીમાં ઔદ્યોગિક યુનિટો આવ્યાં પછી રોજગારી મળે છે પણ સ્થાનિક રોજગારી ન હોવાનો મુદ્દો છે. ઉત્તર ગુજરાતમાં શહેરી વિસ્તારો સિવાયના અંતરિયાળ વિસ્તારોમાં સારું શિક્ષણ અને આરોગ્યવિષયક સુવિધાઓ આજે પણ આછીપાતળી છે. જિલ્લાકક્ષાની હોસ્પિટલોમાં પણ તબીબી સ્ટાફની ગેરહાજરી લોકોને સતાવે છે. એ જ રીતે જાહેર ટ્રાન્સપોર્ટની એસટી સુવિધા મેળવવા માટે પણ અહીંના લોકોએ આંદોલનો કરવા પડતાં હોય છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લો આ દ્રષ્ટિએ મુદ્દો તો નથી પરંતુ સુવિધાઓ જનજન સુધી પહોંચે તે માટે હજુ પણ કામ થવું બાકી છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details