ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

સુરતની આ ચાર વિધાનસભા બેઠકો પર પાટીદાર મિજાજ નક્કી કરશે કે કોણ બનશે ધારાસભ્ય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (gujarat assembly election 2022)સુરતની 12 વિધાનસભા બેઠકમાંથી ચાર એવી છે કે જ્યાં પાટીદાર મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા (patidar voters in majority) ભજવે છે. અત્યારે વિધાનસભા બેઠક ભાજપના ગઢ તરીકે ઓળખાય છે પરંતુ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપના ગઢમાં શક્તિ પ્રદર્શન કરીને જણાવી દીધું છે કે, વર્ષ 2022 માં પરિવર્તનની ક્રાંતિ આવશે. તેનાથી ભાજપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ 4 વિધાનસભા મતવિસ્તારમાં પાટીદાર સમાજનો મત નિર્ણાયક હોય છે.

સુરતની આ ચાર વિધાનસભા બેઠકો પર પાટીદાર મિજાજ નક્કી કરશે કે કોણ બનશે ધારાસભ્ય
gujarat-assembly-election-2022-in-these-four-assembly-seats-of-surat-patidar-mood-will-decide-who-will-become-mla

By

Published : Dec 1, 2022, 7:41 AM IST

Updated : Dec 1, 2022, 9:01 AM IST

સુરત:આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ બંને માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે. પાટીદાર મતવિસ્તાર ગણાતા (patidar voters in majority) વરાછા, કરંજ, કામરેજ, કતારગામ વિસ્તારના વોર્ડમાં આમ આદમી પાર્ટીના 27 (27 corpotate in surat municipal corporation) જેટલા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે. જેના પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે ભાજપથી નારાજ અને કોંગ્રેસને નહીં પસંદ કરનારા લોકો માટે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે સામે આવી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (gujarat assembly election 2022)સુરતની 12 વિધાનસભા બેઠકમાંથી ચાર એવી છે કે જ્યાં પાટીદાર મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા (patidar voters in majority) ભજવે છે.

કરંજ બેઠકના રાજકીય સમીકરણ:સુરતના કરંજ વિધાનસભા(karanj assembly seat) ક્ષેત્રમાં રહેતા 60% લોકો પાટીદાર સમાજના છે.જેઓ હંમેશા ભાજપને સમર્થન આપતા આવ્યા છે. 2017ની ચૂંટણીમાં એવું માનવામાં આવતું હતું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની અસર આ પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં થશે અને ભાજપને નુકસાન થશે. પરંતુ ચૂંટણીના પરિણામોમાં આવું થયું નથી. ભાજપના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી ચૂંટાયા અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો.આ પ્રદેશના બાકીના 40% મતદારો વિવિધ સમાજમાંથી આવે છે. પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિધાનસભા મત વિસ્તારમાં નિર્ણાયક મત માત્ર પાટીદાર સમાજનો છે. ચૂંટણીલક્ષી મુદ્દાઓની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના લોકોને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વીજળી પાણી રોડ કે અન્ય કોઈ સામાજિક સમસ્યા નથી. 2012માં આ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતેલા ભાજપના જનકભાઈ બગદાણાવાલા અને 2017માં ચૂંટણી જીતેલા વર્તમાન ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી લેઉવા પટેલ સમાજના છે.

કતારગામ વિધાનસભા બેઠક પર મતદારોના સમીકરણ:આ વિધાનસભા બેઠક પર કુલ 2,77,436 મતદારો છે. આ મતદારોમાં 1,54,779 પુરુષ મતદારો છે અને 1,22,657 મહિલા મતદારો છે. પાટીદાર સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ વિધાનસભા (katargam assembly seat) ક્ષેત્રમાં રહે છે. મતવિસ્તારમાં પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ છે અને મોટી સંખ્યામાં દલિત વર્ગ પણ વસવાટ કરે છે. જે પાટીદાર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પ્રજાપતિ સમાજમાંથી આવેલા નંદલાલ પાંડવ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવેલા જીજ્ઞેશ મેવાસાને મેદાનમાં ઊભા રાખ્યા હતા. તેમ છતાં કોંગ્રેસે આ બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કામરેજ વિધાનસભામાં પાટીદારોનો મિજાજ:કામરેજ વિધાનસભા બેઠક (kamrej assembly seat)પર વર્ષ 2017માં પણ ભારે રસાકસી ભરી સ્થિતિ હતી. સુરતની મોટા ભાગની બેઠકોમાં પાટીદાર ફેક્ટર સૌથી મોટું પરીબળ છે તે વાત સૌ કોઇ જાણે છે. ત્યારે 2017માં સત્તાના સંગ્રામમાં ભાજપે વીડી ઝાલાવડીયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી અશોક જીરાવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આ બેઠક પર ભાજપના વી.ડી ઝાલાવડીયાએ 1,47,371 મતોથી જીત મેળવી હતી. જ્યારે અશોક જીરાવાલાને 1,19,180 મત મળ્યા હતા.વિધાનસભા બેઠક છે કે જ્યાં પાટીદાર સમાજના લોકો નિશ્ચિત કરે છે કે કયા પક્ષના ઉમેદવાર વિજય મેળવશે. આ બેઠક પર હળપતિ મતદારોનું સારું એવું પ્રભુત્વ છે. જેમાં શહેરી વિસ્તારમાં પાટીદારો અને ગ્રામ્ય વિસ્તારમાં હળપતિ મતદારો વહેંચાયેલા છે. વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન આ ચાર બેઠક પર દેશભરની નજર હતી.વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું તે સમયે પાસના પૂર્વ નેતા અને કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલે ચાર વિધાનસભા બેઠક (વરાછા રોડ, કરંજ, કામરેજ અને કતારગામ) પર કોંગ્રેસના ચારેય ઉમેદવારોને લઈ હજારોની સંખ્યામાં કાર્યકરોને લઈ રોડ શો પણ કર્યો હતો. પરંતુ સરકાર સામે ભારે વિરોધ બાદ પણ આ ચારેય બેઠક પર પાટીદાર સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી વિજય બનાવ્યા હતા. આંદોલનની ભારે અસર જોવા મળી હતી તેમ છતાં હાર્દિક ફેક્ટર વિધાનસભા ચૂંટણી વખતે આ ચારે બેઠક પર જોવા મળી નહોતી.

વરાછા વિધાનસભામાં પાટીદાર ફેક્ટર:શહેરમાં 12 વિધાનસભા બેઠકો છે અને તમામ ભાજપના ફાળે આવેલી છે. 12માંથી સૌથી અગત્યની ગણાતી વરાછા વિધાનસભાની બેઠક(varachha assembly seat) ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર હોય છે. પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. આ બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતના વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. આ બેઠક પર જીત મેળવવા માટે ભાજપને એડીચોટીનું જોર લગાવ્યું પડ્યું હતું. કારણ કે આ બેઠક પર પાટીદાર ફેક્ટર વિજય માટે નિર્ણાયક હોય છે અને વર્ષ 2017માં પાટીદાર આંદોલન ચરમ પર હતું. વર્ષ 2017માં આ બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે એટલી હદે સમસ્યા થઈ રહી હતી કે તેઓ વિરોધનો સામનો કરી રહ્યા હતાં. પોતે સાંસદ દર્શના જરદોશનો પણ અહીં ઈંડા ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓને લોકો ભગાડી દેવાતા હતાં. અનેક વિસ્તારોમાં બેનર લગાડવામાં આવ્યા હતાં કે આ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓનો પ્રવેશ નિષેધ છે. વર્ષ 2017માં પોતે આ બેઠક પર ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે હાર્દિક પટેલ પણ આંદોલનકારી તરીકે ઉતરી ગયાં હતાં.

Last Updated : Dec 1, 2022, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details