રાજકોટ :ધોરાજી વિધાનસભા બેઠક (Dhoraji Assembly Seat) આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ખાસ નજરમાં રહેવાની છે કારણ કે અહીં કોંગ્રેસના લલિત વસોયાનું વજન છે. તો આ સામે લોકો પર વિઠ્ઠલભાઈ રાદડિયાની ખાસ છાપ રહી હતી અને હજુ પણ તેમના પુત્રનો દબદબો છે. વિઠ્ઠલભાઈ રાદડીયાએ ભાજપમાંથી અને બે વખત કોંગ્રેસમાંથી ચૂંટાયા છે. આ બેઠક (Assembly seat of Dhoraji) પર પાટીદાર સમાજનો દબદબો રહ્યો છે. આ વિધાનસભા પર ભાજપ કોંગ્રેસમાં ખેચતાણ પણ બહુ જોવા મળી રહી છે. જેમાં વર્તમાન કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ( Lalit Vasoya Seat ) સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ (Lalit Vasoya Seat) હતાં. જેમને ધારાસભ્ય લલિત વસોયાએ હરાવ્યા હતાં.
આગામી ચૂંટણીમાં આમના હાથમાં હારજીત ધોરાજી વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી : ધોરાજી વિધાનસભા બેઠક ( Dhoraji Assembly Seat )માં કોંગ્રેસને 8 વાર, ભાજપને 6 વાર અને અન્યને 1 વાર જીત મળી છે. હાલ આ વિધાનસભામાં કુલ 2,68,475 મતદારો છે. જેમાં 1,38,708 પુરૂષો છે. જયારે 1,29,766 મહિલાઓ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજી વિધાનસભામાં જ્ઞાતિના મતદારોની સંખ્યા જોઈએ તો અંદાજીત અહિયા લેઉવા પટેલ સમાજના 38000 મતદારો, કડવા પટેલના 37000 મતદારો, લઘુમતી સમાજના 36000 મતદારો, અનુસુચિત જાતિના 24000 મતદારો, કોળી સમાજના 19000 મતદારો, આહીર સમાજના 17000 મતદારો, ક્ષત્રિય સમાજના 6000 મતદારો છે.
લલિત વસોયાને ટિકીટ મળશે કે નહીં તે જોવું રહ્યું અગાઉની ચૂંટણીનું પરિણામ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ( Gujarat Assembly Election 2017 ) ધોરાજી વિધાનસભા બેઠક ( Dhoraji Assembly Seat )પર પાટીદાર આંદોલનની ખૂબ જ અસર હતી. એવામાં ભાજપના ઉમેદવાર પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ ( Lalit Vasoya Seat ) ને હરાવીને કોંગ્રેસના લલિત વસોયાએ જીત મેળવી હતી.જેમાં વર્તમાન ધારાસભ્ય લલિત વસોયાએ 25000 કરતા પણ વધારે લીડ મેળવી હતી. ધોરાજી વિધાનસભામાં વર્ષ 2017 માં કોંગ્રેસના લલિત વસોયાને ( Lalit Vasoya Seat ) 85,070, ભાજપના હરિભાઈ પટેલને 59,985 મત મળ્યા હતાં.
ધોરાજી વિધાનસભા બેઠકની ખાસિયત : ધોરાજી વિધાનસભા બેઠક ( Dhoraji Assembly Seat )માં હાલ ત્રણ નગરપાલિકાઓ આવેલ છે જેમાં એક ભાજપની છે જયારે બે કોંગ્રેસની છે. જેમાં ધોરાજી નગરપાલિકા અને ઉપલેટા તાલુકાના ભાયાવદરની નગરપાલિકા કોંગ્રેસની છે જયારે ઉપલેટાની નગરપાલિકા ભાજપની છે. આ સિવાય અહિયાં આ વિધાનસભામાં ધોરાજી તાલુકા પંચાયત અને ઉપલેટા તાલુકા પંચાયત ભાજપ શાસિત છે. જેમાં ઉપલેટામાં એક દાયકાથી પ્રમુખ પદમાં બેઠેલાને ભાજપના પ્રથમ વખતના જ ઉમેદવારે વિજય મેળવી કોંગ્રેસના ઉમેદવારને હરાવી ભાજપની તાલુકા પંચાયત પણ બનાવી છે જેને લઈને અહિયાં ધોરાજીની સરખામણીએ ઉપલેટામાં ભાજપનો દબદબો વધારે હોવાનું પણ જણાઈ આવે છે.
જનસુવિધાઓની સુધારણા તાતી માગ ધોરાજી વિધાનસભા બેઠકની માગ :ધોરાજી વિધાનસભા બેઠક ( Dhoraji Assembly Seat )માં કોંગ્રેસના વિસ્તારોમાં વ્યાપકપણે જોવા મળે છે તેમ જ સારા રસ્તા, પાણી અને ટ્રાન્સપોર્ટેશન, આરોગ્યવિષયક સુવિધાઓની ફરિયાદો રહી છે. આ બેઠક પર ખેડૂતોની જણસીઓ માર્કેટિંગ યાર્ડમાં પલળી જવાની સમસ્યાઓ પણ સામે આવી છે. ખેડૂતોને ઊનાળામાં સિંચાઇના પાણી તેમ જ પીવાના શુદ્ધ પાણીની સમસ્યાનો ઉકેલ જોઇએ છે. આ બેઠક પર પાણી વિતરણના વહીવટી પ્રશ્નો પણ ઉકેલવા જોઇએ. તો લોકોને સારી શિક્ષણ સંસ્થાઓની પણ અપેક્ષા છે. સાથેસાથે કાયદો અને ન્યાયની વ્યવસ્થાને લઇને આ બેઠકમાં અસામાજિક તત્વોની રંજાડ છે તેને કાબૂમાં લેવાયા તેવી અપેક્ષા છે.