પોરબંદર:ઢેલીબેન ઓડેદરાનો જન્મ તારીખ 1/5/1963ના રોજ કુતિયાણા તાલુકાના કોટડા ગામે થયો હતો. તેઓ મુળ 10 સભ્યો ધરાવતા ખેડૂત પરિવારમાંથી આવે છે, 10 પાસનો અભ્યાસ હોવા છતા આજે એક જાણીતા નેતાની ગરજ સારે છે. 1995માં રાજકારણમાં (Gujarat Assembly Election 2022) જોડાયા અને 1995થી હાલ સમયે પણ કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. કુતિયાણા નગર પાલિકા પ્રમુખ તરીકેની ચાલુ સેવાએ ભારતીય જનતા પાર્ટીના 84 કુતિયાણા વિધાનસભાના ઉમેદવાર તરીકેનીની પસંદગી થતા ETV BHARATના વિશેષ કાર્યક્રમ નેતાની નોટબુકમાં પોરબંદરની કુતિયાણા વિધાનસભા બેઠક માટે ઢેલીબેન ઓડેદરા (Dheliben Odedara Netani Notebook) પર પ્રકાશ પાડવામાં આવશે.
રાજકીય સફર:ઢેલીબેન ઓડેદરાની રાજકીય કારકિર્દી (Dheliben Odedara Poitical Profile) 1995માં શરુ થઈ, જ્યારે તેઓ 1995માં પ્રથમ ચુંટણી નાગરિક સમિતિમાંથી જીતી નગર પાલિકા પ્રમુખ તરીકે સેવા શરુ કરી. 2002માં પણ નાગરિક સમિતિમાંથી જંગી બહુમતીથી વિજેતા બની નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા ચુંટાયા. 2007માં નાગરિક સમિતિમાંથી બિનહરીફ નગર પાલિકા નાપ્રમુખ પદે નિમણુંક થઈ હતી. 2011માં ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ પાર્ટી જોઈન કરી હતી. 2012માં ભાજપના નિશાન પરથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે ચૂંટાયા. 2017માં n.c.p ધારાસભ્ય કાંધલ જાડેજાની n.c.pની પેનલ સામે 24માંથી 19 સીટ પર જંગી બહુમતીથી વિજય મેળવી લોકોના સ્નેહ અને આશીર્વાદથી 5મી વખત નગર પાલિકા પ્રમુખ તરીકેની લોકોની સેવા આપી રહ્યા છે.