ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી જીત્યા - jignesh mevani trailing

કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી વડગામ(jignesh mevani win vadgam assembly seat) વિધાનસભા બેઠક પરથી વિજેતા થયા છે. આ બેઠક પરથી ચર્ચિત નેતા જીગ્નેશ મેવાની સામે ભજપે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યને મેદાને ઉતાર્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પૂર્ણ થઇ ચુકી છે ત્યારે વડગામ વિધાનસભા (vadgam assembly seat)પર સમગ્ર દેશની નજર છે. વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી (jignesh mevani win lose)સામે પૂર્વ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા મેદાને છે.

કોંગ્રેસના મેવાણી ચોતરફી જંગમાં બચાવી શકશે પોતાની બેઠક?
gujarat-assembly-election-2022-counting-day-jignesh-mevani-win-lose-vadgam-assembly-seat-result

By

Published : Dec 7, 2022, 12:34 PM IST

Updated : Dec 8, 2022, 2:51 PM IST

અમદાવાદ: કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી વડગામ(jignesh mevani win vadgam assembly seat) વિધાનસભા બેઠક પરથી વિજેતા થયા છે. આ બેઠક પરથી ચર્ચિત નેતા જીગ્નેશ મેવાની સામે ભજપે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યને મેદાને ઉતાર્યા હતા. વડગામ વિધાનસભા બેઠક (vadgam assembly seat) ગત ચૂંટણીમાં (Gujarat assembly election 2022)ખુબ ચર્ચાનો વિષય બની હતી. ગત ચૂંટણીમાં એટલે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં દલિત આંદોલનના ચહેરા એટલે કે જીગ્નેશ મેવાણી (jignesh mevani win lose)આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

મતદાનની સ્થિતિ:2022 વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરેક જગ્યાએ ઓછું નોંધાયું છે. વડગામ વિધાનસભા(vadgam assembly seat) પર આ વખતે 60.16 ટકા મતદાન થયું છે. 2017 વિધાનસભા ચૂંટણી વખતે આ બેઠક પર 71.2 ટકા મતદાન થયું હતું. એટલે કે 10 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક (vadgam assembly seat)પરથી કોંગ્રેસે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને (jignesh mevani win lose)ટેકો જાહેર કર્યો હોય હતો. 2017માં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (jignesh mevani win lose)95,497 હજાર મત મેળવ્યા હતા. ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તીને 75,801 જેટલા મત મળ્યા હતા. 2017માં જીગ્નેશ મેવાણી (jignesh mevani win lose)આ બેઠક પરથી 19,696 જેટલા મતના માર્જીનથી જીત્યા હતા.

જ્ઞાતિ સમીકરણ:જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો વડગામ વિધાનસભા (vadgam assembly seat)વિસ્તારમાં 25.9 ટકા વસતી મુસ્લિમોની છે. જ્યારે 15.5 ટકા વસતી દલિતની છે. અન્યમાં 9.5 ઠાકોર, 16.4 ચૌધરી, 5.6 ટકા રાજપૂત, 25.9 અન્ય જાતિનું આ બેઠક પર પ્રભુત્વ છે. ઉલ્લેખનીય છે કે, જિજ્ઞેશ મેવાણી દલિત નેતા તરીકે રાષ્ટ્રીય ચહેરા તરીકે ઉભરી આવ્યો હતો.

ચૂંટણી વખતે માહોલ:વડગામ વિધાનસભા બેઠક (vadgam assembly seat)આ વખતે પણ ખુબ ચર્ચામાં રહી છે. રાષ્ટ્રીય સ્તરના દરેક નેતાઓ આ બેઠક પર(vadgam assembly seat) સભાઓ અને રેલીઓ કરી ચુક્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેના આકરા પાણીએ છે, તેમણે ભાજપ સરકાર સામે ખુલ્લેઆમ વિરોધપ્રદર્શન કર્યું હતું. જો ચૌધરી સમાજના મતોમાં ગાબડું પડે તેવા સંજોગોમાં ભાજપના ઉમેદવારને નુકસાન થાય તેમ છે.જો કે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠકને લઈને એક જંગી સભા પણ યોજાઈ હતી.

Last Updated : Dec 8, 2022, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details