બનાસકાંઠા:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly election 2022) દાંતા વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીની જીત થઇ છે. જયારે ભાજપ તરફથી લાઘુભાઇ પારધીને હારનો સામનો કરવો પડ્યો હતો. દાંતા વિધાનસભા બેઠકના (danta assembly constituency) રાજકીય ઈતિહાસની વાત કરીએ તો 1967 થી 2022 સુધી આ બેઠક પર 14 વખત ચૂંટણી યોજાઇ છે.જેમાં ભાજપનો 2 વખત અને કોંગ્રેસ 9 વાર વિજય થયો છે. છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસના પંજાનો અહીં દબદબો છે. એટલું જ નહીં મોદી લહેરમાં પણ કોંગ્રેસનો ગઢ અભેદ રહ્યો છે.
કાંટાની ટક્કર:છેલ્લા ચાર ટર્મથી લોકો ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હોય ભાજપના સાંસદ ચુંટાય છે. જ્યારે વિધાનસભા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ચુંટાય છે.દાંતા વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 13 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી આઠ વાર કોંગ્રેસ જીત્યું છે. જ્યારે 3 વાર ભાજપ જીત્યું છે. છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી અહીંથી ધારાસભ્ય છે. આ વખતે અહીં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. તાજેતરમાં જ દાંતા બેઠક પરના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપમાં જોડાયા હતા જેથી પરિવર્તન કે પુનરાવર્તન તે ચૂંટણી પરિણામોમાં જ સ્પષ્ટ થશે.
સિટ પર કેટલા ટકા મતદાન થયું હતું:જો દાંતા વિધાનસભા બેઠકના મતદારોની વાત કરીએ તો કુલ મતદારોના 42 ટકા જેટલા મતદારો આદિવાસી છે. કુલ મતદારો 2 લાખ 10 હજાર છે, જેમાં પુરૂષ મતદારો 1 લાખ 4 હજાર 418 અને સ્ત્રી મતદારો 98 હજાર છે. જેમા કુલ મતદાન 70.4 ટકા થયું છે. જયારે 2017માં 74 ટકા મતદાન થયુ હતુ. 2022મા ગઇ યુંટણી કરતા ઓછુ મતદાન થયું હતુ.