ભરૂચઃગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly election 2022) મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે. એમ પક્ષના નેતાઓ એકબીજા પર આક્ષેપબાજીના માહોલને તેજ કરી રહ્યા છે. ભરૂચ વિધાનસભા (Bharuch Assembly Seat) બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પર સણસણતા ચાબખા મારીને મોટા આક્ષેપો લગાવ્યા હતા. જેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ભાજપ (Bharuch BJP) માત્ર પોતાનો વિકાસ કરી રહી છે.
ETV Bharat / assembly-elections
કોંગ્રેસ ઉમેદવાર વિજય પટેલના શાબ્દિક વાર, ભાજપ એટલે ભ્રષ્ટાચાર - Bharuch Congress
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ જોરશોરથી પડઘાઈ રહ્યા છે. જેમાં અનેક એવા મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. જ્યારે નેતાઓ પોતાના વાયદાને વધુ મોટા કરીને પ્રજા સમક્ષ મૂકી રહ્યા છે. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે એમ પ્રચાર વેગ પકડી રહ્યો છે. પણ ભરૂચમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામે વોર થઈ હોય એવુ ચિત્ર જોવા મળ્યું. જોઈએ એક રીપોર્ટ
કોંગ્રેસ ઉમેદવારના આક્ષેપઃકોંગ્રેસ ઉમેદવાર વિજય પટેલે કહ્યું હતું કે, પ્રજાના પ્રશ્નો તો જૈસે થે જ છે. કોંગ્રેસ ઉમેદવાર વિજય પટેલે વિસ્તારથી વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપના (Bharuch Congress) શાસનમાં મોંઘવારી વધી છે. અમે કરેલા કામને પ્રજા સારી રીતે જાણે છે. આ વખતે પ્રજાની વચ્ચે અમે પ્રજાના મુદ્દા લીઈને કોંગ્રેસને મત આપવા માટેની અપીલ કરીશું. કોંગ્રેસ પક્ષે અમારા કામ જોઈને ટિકિટ આપી છે. પ્રજાની સામે અમારૂ કામ બોલે છે.
આ રહેશે મુદ્દાઓઃકોંગ્રેસ પણ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે અમે પ્રજાની વચ્ચે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને મત અપીલ કરીશું. જોકે, મહત્ત્વની વાત એ પણ છે કે, કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. જેમાં રાહુલ ગાંધીએ કરેલા આઠ વાયદાઓને પણ સમાવી લેવામાં આવ્યા છે. ખાસ કરીને ખેડૂત અને વીજળીના મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.