અમરેલી: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરુ(Gujarat assembly election first phase) થઇ ચુક્યું છે. પૂરતા પોલીસના બંદોબસ્ત વચ્ચે લોકોએ મતદાન શરુ કરી દીધું છે ત્યારે ઘણા દિગ્ગજ નેતાઓ પણ મતદાન મથકે પહોચીને પોતાનો વોટ નાખવા માટે પહોચી ચુક્યા હતા.ત્યારે કોંગ્રેસના અમરેલી વિધાનસભાના ઉમેદવાર પરેશ ધાનાણી (paresh dhanani voted at amreli)અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યા હતા.પરેશ ધાનાણી સાયકલ લઈને મતદાન કરવા પહોંચતા(paresh dhanani voting with cycle and gas) લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા
પરેશ ધાનાણીએ અનોખી રીતે કર્યું મતદાન અનોખી રીતે મતદાન: અમરેલીમાં આજે વોટીંગ બુથ પર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અનોખી રીતે મતદાન કરવા માટે પહોચ્યા હતા. તેઓ મતદાન બુથ સુધી સાયકલ લઈને પહોચ્યા હતા. સાથે જ આ સાયકલ પાછળ ગેસનો બાટલો મુક્યો હતો. તેઓ મોંઘવારી સામે વિરોધ કરવા માટે આ પ્રદર્શન કર્યું હતું.
અમરેલી બેઠક પરના ઉમેદવાર: કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અમરેલી બેઠકના ઉમેદવાર છે. બે દિવસ પૂર્વે ચુંટણીના પડઘમ સમાપ્ત થયા ત્યારે ધાનાણી કમલમ ખાતે ચાની ચૂસકી લેતા જોવા મળ્યા હતા અને ભાજપના વડીલ નેતાઓ પાસે આશીર્વાદ લીધા હતા.
પરેશ ધાનાણીની રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન:પરેશ ધાનાણી ( Paresh Dhanani )ને ગાંધી પરિવારના ખુબ નજીકના નેતા તરીકે ઓળખવામાં આવે છે. ગાંધી પરિવાર સાથે સતત ધરોબો ધરાવતા યુવા નેતા પરેશ ધાનાણી અમરેલી જિલ્લા કોંગ્રેસમાં આજે મહત્વના યુવા નેતા તરીકે પણ સ્થાન પામી ચુક્યા છે.પરેશ ધાનાણી વર્ષ 2017 થી 2021 સુધી સતત ચાર વર્ષ દરમિયાન રાજ્ય વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે ( Leaders Profile ) સફળતાપૂર્વક કામગીરી કરી હતી. 10 જનપથમાં સીધો પ્રવેશ મેળવનાર નેતા તરીકે પરેશ ધાનાણીની ગણતરી થાય છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીધા પરેશ ધાનાણી સાથે રાજકારણને લઈને ચર્ચાઓ કરે છે. જે પરેશ ધાનાણીનું રાજકીય કદ દર્શાવી આપે છે.