ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

તો અહીં વોટ માંગવા આવતા નેતાઓ લોકોની આ સમસ્યા પણ જોજો - બેઠક અંગે સ્થાનિકોનો મત

Gujarat Assembly Election 2022: કચ્છ જિલ્લામાં 6 વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવેલ છે. જે બેઠકો પૈકી અમુક બેઠકો પર સ્થાનિકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં અબડાસા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, તેમાં અત્યારે રખડતા ઢોરોની સમસ્યાઓ, રોડ-રસ્તાઓની ગુણવતાની સમસ્યાઓ, ગટરની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલની વગેરે જેવી સમસ્યાનો સામનો સ્થાનિકો કરતા જોવા મળી રહ્યા છે.

તો અહીં વોટ માંગવા આવતા નેતાઓ લોકોની આ સમસ્યા પણ જોજો
તો અહીં વોટ માંગવા આવતા નેતાઓ લોકોની આ સમસ્યા પણ જોજો

By

Published : Nov 5, 2022, 6:25 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અબડાસા: કચ્છની 6 વિધાનસભા બેઠક પૈકીની અબડાસા વિધાનસભા બેઠકની વાત (Kutch Assembly Seat Abdasa) કરવામાં આવે તો છેલ્લી ટર્મથી પ્રદ્યુમનસિંહ જાડેજા આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે. આ બેઠકમાં 3 તાલુકા અને 460 ગામોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં જૂના રસ્તાઓ, પુલોનું નવીનીકરણ થાય અને ફરીથી નિર્માણ પામે તેવી માંગ પણ અનેક વાર ઉઠી છે. (Gujarat Assembly Election 2022)

વિધાનસભા બેઠક પર મતદારો:અબડાસા વિધાનસભા બેઠકમાં 2,53,096 લાખ મતદારો નોંધાયેલ છે. 1,30,146 પુરુષ, 1,22,947 મહિલા, અન્ય 3 નો સમાવેશ થાય છે. બેઠકમાં જુદી જુદી જ્ઞાતિઓના મતદારો પણ મહત્ની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. અબડાસા વિધાનસભા બેઠકમાં મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, કોળી તેમજ ભાનુશાળી જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 67.27 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 64.53 ટકા અને 47.97 ટકા છે.

અબડાસા વિધાનસભા બેઠકની સમસ્યાઓ

બેઠક પર ધારાસભ્યની સ્થિતિઃ1962માં અહીં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં SWAના મહાદેવસિંહ જાડેજાએ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર જુગતરામ રાવલને હરાવ્યા હતા. વર્ષ 1967માં પી.બી.ઠકકરે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની જીત નોંધાવી હતી. વર્ષ 1972માં ખીમજી નાગજીએ કોંગ્રેસ પક્ષમાંથી જીત મેળવી હતી. (Abdasa Assembly Primary Issue) વર્ષ 1975માં મહેશ ઠકકરે કોંગ્રેસ પક્ષમાંથી જીત મેળવી હતી. 1980માં કોંગ્રેસના ખરાશંકર જોષી જીત મેળવી હતી. વર્ષ 1985માં કોંગ્રેસના કનું જાડેજાએ જીત મેળવી હતી. 1990માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તારાચંદ છેડાએ જીત મેળવી હતી. 1995માં ભાજપના ડૉ. નીમાબેન આચાર્યએ જીત મેળવી હતી. 1998માં કોંગ્રેસના ઇબ્રાહિમ મંધરાએ જીત મેળવી હતી. વર્ષ 2002માં ભાજપના નરેન્દ્રસિંહ જાડેજાએ કમાન સંભાળી હતી. તો વર્ષ 2007માં ભાજપમાંથી જયંતિ ભાનુશાલીએ જીત મેળવી હતી. વર્ષ 2012માં કોંગ્રેસમાંથી છબીલ પટેલે જીત મેળવી હતી અને ત્યાર બાદ પક્ષ પલટો કરતાં 2014માં પેટા ચુંટણી થઈ હતી જેમાં કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલે જીત મેળવી હતી. 2017માં કોંગ્રેસમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જીત મેળવી હતી તો તેઓએ પણ પક્ષ પલટો કરતા 2019ની પેટા ચૂંટણીમાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ જ ભાજપમાંથી બેઠક પર જીતી આવ્યા છે.

કિરણબેન પોકાર મહામંત્રી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ

બેઠક અંગે વિપક્ષનું વલણ:વિપક્ષ (Opposition in Gujarat Assembly Election 2022) તરીકે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણબેન પોકારે જણાવ્યું હતું કે, આજે જોવા જઈએ તો અબડાસા વિધાનસભામાં ઘણી બધી સમસ્યાઓ છે. રોડ રસ્તાઓની સમસ્યા છે શિક્ષણની સમસ્યા છે અને રસ્તા પર ખાડાઓ જોવો તો આજે એક જ વરસાદ પડે ત્યાં તરત જ રસ્તાઓ ધોવાઈ જાય છે, ખાડાઓ થઈ જાય છે કે જ્યારે બારા ગામમાં અતિશય વરસાદ પડ્યો ત્યારે એ વખતે પુર આવવાના કારણે એક જ વારમાં પુલ તૂટી ગયું હતું અને એ પુલિયામાં અમે ખુદ સર્વ સમાજ સેના ટ્રસ્ટ દ્વારા અમે ત્યાં આગળ આવીને બધાને સગવડ આપી હતી રાશન પહોંચાડયું હતું. બારા ગામમાં અને તેર ગામ વરસાદમાં સંપર્ક વિહોણા થયા હતા. તો આજે જે સરકાર છે ત્યાં અબડાસામા તો એ લોકોની જવાબદારીમાં આવે છે પણ કોઈ જવાબદારી નિભાવતું નથી અને શિક્ષણમાં જોવા જઈએ તો શિક્ષણમાં શિક્ષકોની ખૂબ જ ઘટ્ટ પડે છે. સારું શિક્ષણ છોકરાઓને મળતું નથી અને દવાખાનામાં જોઈએ તો કોઈ દવાખાનમાં સારી સગવડ નથી. પ્રેગનેન્ટ મહિલાઓ હોય છે તો પ્રેગનેન્ટ મહિલાઓને પણ છેક ત્યાંથી 100 કિલોમીટર રસ્તો કાપીને અહીંયા ભુજ આવવું પડે છે તો એ બધી સમસ્યાઓ ઘણી જોવા જઈએ તો ખરાબ છે.

પ્રાણલાલ મોહનભાઈ નામોરી સ્થાનિક

બેઠક અંગે સ્થાનિકોનો મત:સ્થાનિક પ્રાણલાલ મોહનભાઈ નામોરીએ જણાવ્યું હતું કે, જોવા જઈએ તો અબડાસા વિધાનસભા અમારો વિસ્તાર આવે છે તો એનામાં ઘણી એવી સમસ્યા (Abdasa Vidhansabha Samasya) જે છે જેથી કરી શિક્ષણ બાબતે લખપત, નલિયા અને નખત્રાણાથી ભુજ છોકરાઓને અભ્યાસ અર્થે આવવું પડે છે એવી કોઈ સારી સ્કૂલની વ્યવસ્થા નથી કે નથી કોલેજની વ્યવસ્થા. પછી એવી જ રીતે જોવા જઈએ તો આપણે કોઈ સુવિધાઓ નથી ધારો કે કોઈ હોસ્પિટલ એવી સારી નથી ઇમરજન્સી માટે અમને ત્યાંથી છે 100 કિલોમીટર દૂરથી ભુજ આવું પડે છે એવી રીતે બીજી જોવા જઈએ તો આજે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બીજા નંબર ઉપર કચ્છમાં ચાલી રહ્યા છે આટલા મોટા પાયે ઉદ્યોગ ચાલી રહ્યો છે અબડાસામાં 2 ખાણો ચાલી રહી છે એના ઉપર જોવા જોઈએ તો બીજેપીનું જ રાજ ચાલે છે. નખત્રાણા તાલુકો છે તે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંકળાયેલો છે અને તેની સાથે 50% લોકો રોજીરોટી મેળવી રહ્યા છે પરંતુ આજે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો તમે જોવા જાવ તો મરણિયે છે જેની પાસે 10 ગાડી ઓ હતી તે આજે એના પર લોન ચાલુ થઈ ગઈ છે તો કેવી રીતે આ બધું ચાલશે.

યોગેશ પોકાર સ્થાનિક

બેઠક અંગે સ્થાનિકોનો મત:અન્ય સ્થાનિક યોગેશ પોકારે જણાવ્યું હતું કે, વિધાનસભાની અંદર સમસ્યાઓનો તો કોઈ પાર જ નથી સમસ્યાઓની વાત કરીએ તો પેલો એ કે જીએમડીસી કોલેજની એને ગ્રાન્ટેબલ કરવાની વાત કરી હતી પરંતુ પ્રધ્યાપકોનો પગાર આજે પણ ગ્રાન્ટેબલ થયો નથી. એ એકાદું પ્રધ્યાપકોનો પગાર થાય છે અને એ જ પ્રધ્યાપકોનો રાજ્યપાલ સુધી પોતાની અરજી લઈ અને ત્યાં પોતાની સમસ્યાનો ઉકેલ લેવા માટે ત્યાં રજૂઆત કરવા માટે ગયા છે.આજે એ જ પ્રધ્યાપકોનો લોકોને મુશ્કેલીઓમાં વધારો થયો છે કારણ કે ટ્રસ્ટી મંડળ છે એમના પગાર સેલેરી જે કરવું હતું એ પણ ટ્રસ્ટી મંડળે હાથ ઊંચા કરી લીધા છે અને આજે પ્રધ્યાપકોનો મુશ્કેલીઓમાં છે એટલે જીએમડીસી કોલેજનો પ્રશ્ન છે જ બીજો પ્રશ્ન એમનો એ હતો કે નર્મદાના નીર આપણે અબડાસા અને લખપત અને નખત્રાણા સુધી પહોંચાડીશું માત્ર મોડકુબા સુધી પાણી પહોંચ્યા છે એ માત્ર મેઇન કેનાલ જ ઓપન થઈ છે અને એ મેઇન કેનાલ ઓપન કરતાં પહેલી વખત પાણી છોડ્યું અને કેનાલમાં ગાબડું પડ્યું અને કેનાલ તૂટી પડી છે હજી તો બ્રાન્ચ કેનાલોના ટેન્ડર કે કોન્ટ્રાક્ટ અપાયા નથી હજી એ ક્યારે પહોંચશે એનો કોઈ ઉકેલ જ નથી માત્ર ને માત્ર વાતો કરી અને આ રીતે ઉભી થયેલી સમસ્યાઓનો ઉકેલ લાવી શક્યા નથી. બીજો પ્રશ્ન હતો કે નખત્રાણા બાયપાસ રોડની મંજૂરી આપી દીધી છે મંજૂરી આપી દીધી હોય તો એ કાગળ ઉપરથી આજે પણ તમે જોઈ શકો છો કે બાયપાસ રોડનું કોઈ પણ કામ ટેન્ડર કે પ્રક્રિયા કંઈ પણ ચાલુ થયું નથી એટલે માત્ર કાગળ ઉપર વાર્તાઓ કરી અને લોકોને ગુમરાહ કર્યા છે એટલે સમસ્યાઓના ઠેરની ઠેર જ છે. ગટર પાણી રોડની સમસ્યાઓ ઠેરના ઠેર છે એટલે અબડાસા મતવિસ્તારની અંદર સમસ્યાઓનો પર નથી.

પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય અબડાસા

સમસ્યાઓ અંગે હાલના ધારાસભ્યની પ્રતિક્રિયા:હાલના ધારાસભ્યએ જણાવ્યું અનેક સમસ્યાઓ દૂર કરી અને હજી પણ અમુક સમસ્યાઓ દૂર કરવાની બાકી છે, કારણ કે અબડાસા વિધાનસભા વિસ્તાર એવો છે ને કે જ્યાંકચ્છમાં1000 જેટલા ગામડાઓ છે તેની સામે અબડાસા મતવિસ્તરમાં જ 460 ગામો છે ત્યારે ભલે ને અમુક ગામડાઓમાં 50 ઘરોની વસ્તી હોય પરંતુ તેને રોડ જોઈએ, લાઈટ જોઈએ, પાણી જોઈએ ,ગટર જોઈએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે વારાફરતી ખૂબ આપ્યું. ઘણા બધા કામ થઈ ગયા છે પરંતુ હજી પણ ઘણી ખૂટતી કડીઓ છે ગામડાઓમાં.વધુમાં વધુ આ વિસ્તારમાં પશુપાલકો છે તો તેના માટે હવાડા, ખેડૂતો માટે પાણીની લાઈનો એવું ઘણું બધું કર્યું છે અને હજી 100 ટકા ઘણું બધું કરવાનું બાકી છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details