ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

દીકરી આવી પિતાના સપોર્ટમાં, ગોપાલ ઈટાલિયાએ કર્યું ટ્વિટ - Gopal Italia daughter

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને (Aam Aadmi Party state president Gopal Italia) પાર્ટીએ કતારગામ બેઠક પરથી ટિકિટ આપી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ગોપાલ ઈટાલિયાએ કતારગામ બેઠક પરથી ફોર્મ પણ ભરી દીધું છે. ગોપાલ ઈટાલિયાએ પોતાના માટે ચૂંટણી પ્રચાર કરતી તેમની દીકરીની સુંદર તસવીરનું ટ્વીટ શેર કર્યું છે.

દીકરી આવી પિતાના સપોર્ટમાં, ગોપાલ ઈટાલિયાએ કર્યું ટ્વિટ
દીકરી આવી પિતાના સપોર્ટમાં, ગોપાલ ઈટાલિયાએ કર્યું ટ્વિટ

By

Published : Nov 14, 2022, 6:49 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગાંધીનગર:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી હોવાથી ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખીય જંગ ચાલી રહી છે, ત્યારે તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. આ વચ્ચે ગોપાલ ઈટાલિયાએ પોતાના માટે ચૂંટણી પ્રચાર કરતી તેમની દીકરીની (Gopal Italia daughter) સુંદર તસવીરનું ટ્વીટ શેર કર્યું છે.

ગોપાલ ઈટાલિયાએ કર્યું ટ્વીટ: ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર (Gopal Italia Tweet) પર દીકરીની બે તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે AAPની ટોપી પહેરેલી દેખાય છે અને તેના ડ્રેસ પર ‘એક મોકો આપને’ લખ્યું છે. આ તસવીરને કેપ્શન આપતા ગોપાલ ઈટાલિયાએ લખ્યું છે કે, મારી સુપરસ્ટાર કેમ્પેનર વૈદેહી તેના પિતા માટે પ્રચાર કરી રહી છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details