ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પૂર્વ CM વિજય રૂપાણીએ ગુજરાતમાં ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત - 89 બેઠકો પર આજે વિધાનસભા ચૂંટણી

ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર આજે વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાનું મતદાન (First Phase Polling) છે. ત્યારે સૌ મતદાતાઓ ઉમંગભેર મતદાન કરવા માટે સવારથી જ લાઇનમાં જોડાઇ ગયા છે. સૌરાષ્ટ્રની ચર્ચિત બેઠકો પર ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે. તેઓએ પણ સૌને મતદાન કરવા માટેની અપીલ કરી છે.

પૂર્વ CM વિજય રૂપાણીએ ગુજરાતમાં ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત
પૂર્વ CM વિજય રૂપાણીએ ગુજરાતમાં ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત

By

Published : Dec 1, 2022, 12:26 PM IST

રાજકોટ :રાજકોટથીપૂર્વ CM વિજય રૂપાણી (Former CM Vijay Rupani voted) અને તેમના પત્ની અંજલી રૂપાણી પણ અનિલ જ્ઞાનગંગા સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ સૌને મતદાન કરવા અંગેની પણ અપીલ કરી હતી. વિજય રૂપાણીએ મતદાન દરમ્યાન નિવેદન આપતા કહ્યું હતું કે, 'ભાજપ ભારે બહુમતથી જીતશે. લોકતંત્રની રક્ષા માટે મતદાન કરવું જરૂરી છે. PM મોદીના પ્રત્યે લોકોને આદર છે.' જ્યારે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ મતદાન દરમ્યાન નિવેદન આપતા કહ્યું હતું કે, 'ભાજપ મહિલા સશક્તિકરણ પર કામ કરે છે.' પૂર્વ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જણાવ્યું હતું કે, હું લોકોને વોટ આપવા અપીલ કરું છું. લોકશાહીની રક્ષા માટે મતદાન જરૂરી છે. મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપ સાતમી વખત સરકાર બનાવશે. PM મોદી માટે લોકોનો પ્રેમ અને આદર છે, તેઓ બીજે ક્યાંય જશે નહીં (Gujarat Assembly Election 2022)

રાજકોટ પશ્ચિમ બેઠક : રાજકોટ પશ્ચિમ બેઠક (Gujarat Assembly Election Rajkot Seat) ભાજપ માટે સૌથી સેફ સીટ માનવામાં આવે છે. આ સીટ પરથી ચૂંટણી લડનારને હંમેશા સરકારમાં પ્રધાન પદ મળ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ (prime minister narendra modi) રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (former cm vijay rupani) હાલ આ બેઠક પરથી ધારાસભ્ય છે. ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળા પણ આ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે.

રાજકોટ પશ્ચિમનો ઇતિહાસ:આ જ બેઠકને ધ્યાને લઈને વાત કરવામાં આવે તો સ્વ. અરવિંદ મણિયાર, સ્વ. ચિમન શુક્લ, એ પછી વજુભાઈ વાળા, છેલ્લી બે ટર્મથી વિજય રૂપાણીને સૌથી વધારે મત મળતા રાજકોટ શહેરના રાજકીય ઈતિહાસમાં રેકોર્ડ બન્યો હતો. રાજકોટથી જ હાલ વડાપ્રધાન પદે રહેલા નરેન્દ્ર મોદીએ રાજનીતિના રણમેદાનમાં એન્ટ્રી કરી હતી. એ સમયે વજુભાઈ એ પોતાની બેઠક ખાલી કરતા નરેન્દ્ર મોદી એ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ વખત વિધાનસભાના દ્વાર સુધી પહોંચ્યા હતા. જ્ઞાતિ-જાતિના પ્રચાર કરતા પક્ષની મજબુતી આ બેઠક પર વધારે છે. સૌથી ખાસ અને નોંધવા જેવી વાત એ છે કે, આ બેઠક પરથી જે કોઈ વિજેતા થયું એને સરકારમાં મોટું સ્થાન મળ્યું છે. એટલું જ નહીં મહત્ત્વના ખાતા મળતા મોટું કદ પણ પ્રાપ્ત થયેલું છે. જેમ કે, રૂપાણી અને વાળા.

જાતિ સમીકરણો : રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકમાં ( Rajkot West Assembly Seat )કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે. પાટીદારો ઉપરાંત 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા મતદારો હોવાનું આંકડા કહી રહ્યા છે. એકંદરે રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે. અહીં અનેક સવર્ણ મતદારો ભાજપ તરફી રહ્યા છે, જેથી આ બેઠક પર ભાજપની પકડ મજબૂત છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા :રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat )પર કુલ 353947 મતદારો છે.જેમાંથી 1,79,559 પુરુષ મતદાર છે. જ્યારે 1,74, 382 સ્ત્રી મતદાર છે. આ ઉપરાંત 6 અન્ય મતદાર છે.

અગાઉની 2017ની વિધાનસભા ચૂંટણીનો જંગ: વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી હતાં અને કોંગ્રેસ તરફથી ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ચૂંટણી લડી હતી. વિજયભાઈ રુપાણીને હરાવવા અને ભાજપનો ગઢ છીનવવા માટે ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાની પૂર્વની બેઠક ખાલી કરીને રાજકોટ પશ્ચિમથી લડવાનો નિર્ણય લીધો હતો. આ બેઠક પરની ( Rajkot West Assembly Seat ) ચૂંટણી પર આખા રાજ્યની નજર હતી. આ ચૂંટણીમાં વિજય રૂપાણીનો 53 હજાર 755 જેટલા જંગી મતોથી વિજય થયો હતો.

ABOUT THE AUTHOR

...view details