ગુજરાત

gujarat

પૂર્વ ચાન્સેલર મહેન્દ્ર પાડલીયા ચૂંટણીના મેદાને, ગઢ સાચવવા લડશે

By

Published : Nov 12, 2022, 2:31 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

રાજકોટ જિલ્લાની સૌથી ચર્ચિત ધોરાજી ઉપલેટા વિધાનસભામાં (Dhoraji Upleta Legislative Assembly) ભાજપના ઉમેદવાર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલીયાનું (Former Chancellor of Saurashtra University Mahendra Padalia) નામ જાહેર થયું છે. નામ જાહેર થતાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી નિર્ણયને આવકાર્યો હતો. જૂઓ આ અહેવાલ

ધોરાજી ઉપલેટા વિધાનસભામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલીયાને આપી ટિકિટ
ધોરાજી ઉપલેટા વિધાનસભામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલીયાને આપી ટિકિટ

રાજકોટ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અન્ય પાર્ટીઓએ પોતાના મુરતિયાઓ મેદાને મૂક્યા છે અને તેમના મુરતિયાઓની યાદી બહાર પાડી છે. ત્યારે રાજકોટ જિલ્લાની સૌથી ચર્ચા અને સૌ કોઈની નજરમાં રહેલી ધોરાજી ઉપલેટા વિધાનસભાની (Dhoraji Upleta Legislative Assembly) અંદર ભાજપાના ઉમેદવાર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલીયાનું (Former Chancellor of Saurashtra University Mahendra Padalia) નામ જાહેર કરવામાં આવ્યું છે. નામ જાહેર થતાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, આગેવાનો સહિતના સૌ કોઈ લોકોએ ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી ઉત્સવની ઉજવણી કરી હતી.

પૂર્વ ચાન્સેલર મહેન્દ્ર પાડલીયા ચૂંટણીના મેદાને, ગઢ સાચવવા લડશે

ધોરાજી ઉપલેટા વિધાનસભામાં મહેન્દ્ર પાડલીયાનું નામ થયું જાહેર :ધોરાજી ઉપલેટા વિધાનસભા (Dharaja Upaleta Legislative Assembly) માટે ભાજપ તરફથી મહેન્દ્ર પાડલીયાનું નામ જાહેર કરતાની સાથે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની અંદર ભાજપના કાર્યાલય ખાતે નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ સહિતના સૌ કોઈ લોકો એકત્રિત થઈ અને પાર્ટીના નિર્ણયને આવકારી ઉત્સવની સાથે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. અને સાથે જ ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા જંગી લીડથી જીતશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

2011 થી 2014 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હતા કુલપતિ :75 વિધાનસભા ધોરાજીના ઉમદેવાર તરીકે ભાજપમાંથી મહેન્દ્ર પાડલીયાની નિમણુક થઈ છે, ત્યારે વાત કરીએ ઉમેદવારની તો મહેન્દ્ર પાડલીયા વર્ષ 2021માં ભાજપના પ્રદેશ શિક્ષક સેલના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1997 થી 2000 સુધી રાજકોટ મહાનગરના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2000 થી 2005 સુધી જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. 2011 થી 2014 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે. 2017 માં ધોરાજી ખાતેની સીટ ભાજપે ગુમાવી પડી હતી કારણ કે, ત્યારે પાટીદાર આંદોલનના પડઘા આ સીટ પર જોવા મળ્યા હતા અને આ બેઠક પર વર્ષ 2017 માં કોંગ્રેસના લલિત વસોયાએ જંગી જીત મેળવી હતી. 75 વિધાનસભા સીટ કોંગ્રેસ પાટીદારનો ગઢ માનવા આવે છે અને હાલ અહીંયા લેવા અને કડવા પટેલ સમાજના મતદારો પણ સમાજ જેટલા છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details