કચ્છ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નું પહેલા તબક્કાનું મતદાન ( First Phase poll) થવા આડે 24 કલાક પણ બાકી નથી. ગુજરાતનો આ સૌથી મોટો જિલ્લો અને પાકિસ્તાન સરહદ અડતી હોવાને લઇને સંવેદનશીલ આવો જિલ્લાની 6 બેઠક ધરાવે છે. કચ્છમાં ભુજ ( Kutch Assembly Seats ), ગાંધીધામ, અંજાર, માંડવી અબડાસા અને રાપર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર પહેલી ડીસેમ્બરે મતદાન થશે. આ 6 બેઠકમાં મહત્ત્વના ઉમેદવારો તરીકે નીમાબેન આચાર્યની જગ્યાએ ઉમેદવાર બનેલા કેશુ પટેલ, સીટ બદલાવીને લડી રહેલા વીરેન્દ્રસિંહ જાડેજાઅને મહેશ્વરી સમાજના અન્ય ઉમેદવાર સામે ચૂંટણી મેદાનમાં આવેલા માલતી મહેશ્વરીની શાખ દાવ પર છે. ભાજપ કોંગ્રેસ અને આપ સહિત અન્ય પક્ષો અને અપક્ષો મળીને કુલ 55 ઉમેદવારો કચ્છની 6 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
કચ્છમાં બિગ ફાઇટ સીટ કચ્છની તમામ બેઠકમાં ( Kutch Assembly Seats )અંજાર વિધાનસભા બેઠકનો જંગ ખરાખરીનો Big Fight Seat in Kutch છે. કારણ કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા આહીર સમાજના ઉમેદવારને ટિકિટ અપાઇ છે.છેલ્લાં 2 ટર્મથી અહીં વાસણ આહીર ચૂંટાતા હતાં. તેઓનું આ વખતની ચૂંટણીમાં પત્તુ કપાયું છે. ભાજપ દ્વારા આ સીટ પર ઉમેદવાર તરીકે ત્રિકમ છાંગા કે જેઓ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. તેમને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે અરજણ રબારી અને કોંગ્રેસમાંથી રમેશ ડાંગરને ટિકિટ આપવામાં આવી છે. આમ, આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા આહીર સમાજના ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે. બીજી બિગ ફાઇટ સીટ ગાંધીધામ વિધાનસભા બેઠક છે જ્યાં મહેશ્વરી સમાજના બેે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર રહેશે. ભાજપ માલતી મહેશ્વરી ફરી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે બુધાભાઇ મહેશ્વરી આપમાંથી પડકાર આપી રહ્યાં છે જેને લઇને આ બેઠક પર ધ્યાન રહેશે. 6 બેઠક પૈકી 1 રાપર બેઠક જ કોંગ્રેસ પાસે હતી અને તેના પર હવે માંડવી વિધાનસભા બેઠક પર શક્તિસિંહ ગોહિલને મ્હાત આપનાર વિરેન્દ્રસિંહ જાડેજાને રાપર બેઠક પર ભાજપે ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગત ટર્મ ના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા ના પતિ ભચુભાઈ આરેઠિયાને ટિકિટ આપી છે
કચ્છમાં પ્રચારમાં મહત્ત્વના બનેલા મુદ્દા કચ્છના અંજારમાં પીએમ મોદીએ સોમવારે ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે યાદ કરાવેલા મુદ્દાઓને મહત્ત્વના મુદ્દા તરીકે જોઇએ તો કચ્છની તમામ બેઠકો માટે એકસરખા પ્રમાણમાં નર્મદાના પાણીનો મુદ્દો ખૂબ જ સ્પર્શે છે. એટલે અંજારની સભામાં પીએમ મોદીએ ખેડૂતોને વિવિધ યોજનાઓથી મળેલા લાભ, પશુપાલનઉદ્યોગનો વિકાસ, બાગાયતી પાક સહિત હળવા ધાન્યની ખેતીની વધેલી સમૃદ્ધિનું વર્ણન મોદીએ કર્યું હતું. તો કચ્છમાં પર્યટન વિકાસ, ઇન્ટરનેટ સુવિધાઓ, સૂકા વિસ્તારોમાં લીલોતરી માટે વનનિર્માણ, કંડલા બંદરનો વિકાસ. આગામી સમયમાં આવનારા પ્રોજેક્ટમાં ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા પર ભાર મૂક્યો હતો. તો સામે વિપક્ષના પ્રચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભા કરી હતી જ્યાં તેમણે આપેલી ચૂંટણી ગેરન્ટીઓની વાત દોહરાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી એવો કોઇ મોટા નેતાનો મજબૂત પ્રચાર કચ્છમાં જણાયો નથી.અહીં સ્થાનિક રાજકારણનો પ્રભાવ જોતાં ચૂંટણીમાં કોઈ સમસ્યાના મુદ્દાઓ જેવા કે નર્મદાના પાણી, રોડ રસ્તા, ગટર વગેરે જેવા પ્રશ્નો ચૂંટણીને અસર કરતાં નથી માત્ર જ્ઞાતિ ધર્મ અને ચહેરો જ અસર કરે છે તેમ માનવામાં આવે છે. કચ્છના ગાંધીધામમાં કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકી માટેના સમર્થન માટેની જાહેર સભામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવકતા મોહનપ્રકાશ સાથે કોંગ્રેસના હોદ્દેદારો જોવા મળ્યાં હતાં.