ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

વડાપ્રધાન મોદીની સભામાં ભીડ કરવા માટે ઘર-ઘર સુધીનું થાય છે આયોજન ! - Prime Minister Modi

ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (prime minister narendra modi) સમગ્ર ગુજરાતમાં રેલીઓ અને સભાઓનું (railly and mass meeting) આયોજન કરવામાં આવ્યું છે.ભાવનગરમાં વડાપ્રધાન 3 વખત આવી ચૂકયા છે ત્યારે દરેક કાર્યક્રમમાં લોકોની ભીડ જોવા મળે છે. ભાજપ દ્વારા લોકો એકઠા કરવાની પદ્ધતિ સમજવા જેવી છે. ભાજપ સંગઠન દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવે છે. આ પ્લાનિંગ કેવી રીતે થાય છે જાણો

વડાપ્રધાન મોદીની સભામાં ભીડ કરવા માટે ઘર-ઘર સુધીનું થાય છે આયોજન !
door-to-door-planning-is-done-to-crowd-prime-minister-modis-meeting-know-how

By

Published : Nov 24, 2022, 3:32 PM IST

ભાવનગર:ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (prime minister narendra modi) સમગ્ર ગુજરાતમાં રેલીઓ અને સભાઓનું (railly and mass meeting) આયોજન કરવામાં આવ્યું છે . ભાવનગરમાં વડાપ્રધાનમાં એકત્રિત થતી લોકોની ભીડ માટેનું ગણિત સમજવા જેવું (statergy behind mass of pm modi railly) છે. આખરે કઈ રણનીતિ કામ કરી રહી છે? વડાપ્રધાનના આગમન પહેલા ભાજપ (bhartiya janta party) પોતાના સોર્સને કામે લગાવે છે. ગલીએ ગલીએથી લોકોને એકત્રિત કરવા એક વ્યવસ્થા ગોઠવાયેલી છે.... કઈ રીતે થાય છે સમગ્ર આયોજન જાણીએ.

વડાપ્રધાન મોદીની સભામાં ભીડ કરવા માટે ઘર-ઘર સુધીનું થાય છે આયોજન !

PMના કાર્યક્રમમાં ભીડ ક્યાંથી આવી!:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવેલી ભીડ જોઈને સૌ કોઈ વિચારતું થયું છે. ત્યારે વડાપ્રધાનના આગમન પહેલા હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોનો એક સમૂહ ભાજપ સાથે રહ્યો છે. કુમુદવાડીમાં આવેલ હીરાના કારખાનાના કલાકારો આશરે 2 થી 3 હજારની સંખ્યામાં જીતુભાઇ વાઘાણી સાથે નીકળ્યા હતા. જીતુભાઇ અને વડાપ્રધાનને વધાવવા રત્નકલાકારોએ રેલી યોજી હતી જેમાં યુવતીઓ અને યુવકો પણ જોડાયા હતા.

સભા પહેલા ભાજપનું આયોજન:વડાપ્રધાન આવવાના છે તેની તારીખ નક્કી થતાની સાથે ભાજપ એક્શન મોડમાં આવી જાય છે. વોર્ડ પ્રમાણે મહાનગરપાલિકાની બનાવેલી ભાજપની સમિતિઓની બેઠક થાય છે. વોર્ડમાં આવતી સોસાયટીઓ અને ગલીઓમા બનાવેલી પેજ સમિતિને લોકો એકત્રિત કરવા આદેશ કરી દેવામાં આવે છે. આથી વડાપ્રધાનની રેલીમાં કે સભામાં લોકોની સંખ્યા મોટાપાયે જોવા મળે છે.

સોસાયટી-ગલીમાં વિરોધ હોય તો?:ભાજપ દ્વારા સોસાયટી કે ગલીઓમાં રહેલો કોઈ વિરોધ હોય તો તેની સમસ્યાને જાણવાનું કામ પેજ સમિતિનો સભ્ય કરે છે. દરેક સોસાયટી અને ગલીમાં 20 કે 40 ઘર વચ્ચે પેજ સમિતિના સભ્યો ભાજપના હોય છે. વિસ્તારની કે ગલી સોસાયટીની સમસ્યાને પેજ સમિતિનો સભ્ય વોર્ડ સુધી અને બાદમાં શહેર સંગઠન સુધી પોહચાડીને નારાજગીને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ થાય છે અથવા ખાતરી આપવામાં આવે છે અને વડાપ્રધાનની સભાવકે રેલી સમયે લોકોને લઈ જવામાં પેજ સમિતિ સફળ બને છે.

પેજ સમિતિ જ્યાં ના હોય ત્યાં આસપાસની પેજ સમિતિનો રોલ:પેજ સમિતિ ચૂંટણીમાં બુથ સમયમાં મતદાનના આંકડા પરથી વિસ્તારમાં ભાજપ,કોંગ્રેસ કે 'આપ'ના મતદારોનું આંકલન કરે છે. આંકલન બાદ જ્યા કોંગ્રેસના મતદારો હોય ત્યાં સેંધ લગાવવામાં આવે અને તે સોસાયટી કે વિસ્તારના લોકોના કાર્ય કે સમસ્યાઓ દૂર કરવા પાસની સોસાયટી કે ગલીની પેજ સમિતિ કામ કરે છે.બાદમાં બુથ લેવલે પોતાના ભાજપના મતદારોની સંખ્યા વધારવા કોશિશ કરે છે. આ સિવાય પણ એકબીજાને કે ઓળખતા હોય કે ના હોઈ તેને ભાજપના કામો ગણાવીને પોતાના ભાજપના મતદારોમાં વધારો કરવાના અગાવથી પ્રયાસ થાય છે.

ABOUT THE AUTHOR

...view details