ન્યુઝ ડેસ્ક:ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે. દરેક પાર્ટીઓ ગુજરાતને સર કરવા પોતાની કમર કસી છે.આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (aam aadmi party), ભાજપ (bhartiya janta party) અને કોંગ્રેસ (indian national congress) માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. અમરેલી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 95મા નંબરની બેઠક છે. આ બેઠક અમરેલી જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમરેલી (amreli assembly seat) છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધનાણી (paresh dhanani congress) આ બેઠક પરથી ધારાસભ્ય છે. શું રહ્યો છે અમરેલી બેઠકનો રાજકીય ઇતિહાસ આવો જોઈએ...
રાજકીય ઇતિહાસ:અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. આ સાથે જ અન્ય દિગ્ગજ નેતાઓ અને રાજકારણીઓ પણ અમરેલીની જ દેન છે. અમરેલી બેઠક અંતર્ગત અમરેલી શહેર, અમરેલી તાલુકો અને કંકુ વાડિયા તાલુકાનો સમાવેશ થાય છે.વર્ષ 2012 અને 2017માં પરેશ ધાનાણી ફરી આ બેઠક જીત્યા હતા. 2017માં પરેશ ધાનાણીનો 12029 મતોના માર્જીનથી વિજય થયો હતો.1985થી 1998 સુધી આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. આ સમયગાળા દરમિયાન પુરસોત્તમ રુપાલા અને દિલીપ સંઘાણી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. 2002માં કોંગ્રેસે વિજય રથ અટકાવ્યો હતો