અમદાવાદ:ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને(Polling for the first phase of the election) હવે 10 દિવસ જેટલો સમય બાકી છે. રાજકીય પક્ષો માટે ગુજરાત એક પોલિટિકલ ટુરિઝમ(Political tourism) બની ગયું છે. મતદારોને આકર્ષવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપે(bhartiya janta party) તેના કેન્દ્રીય નેતૃત્વને મેદાને ઉતાર્યું છે તો આમ આદમી પાર્ટીના(aam aadmi party) નેતાઓ પણ ગુજરાત સર કરવા(Gujarat to win) રાત-દિવસ એક કરી રહ્યા છે.
ETV Bharat / assembly-elections
આપના ગુજરાતમાં ધામા, રોડ શો અને સભાઓ ગજવશે - રાજ્યસભા સાંસદ સંજયસિંહ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને(Polling for the first phase of the election) હવે 10 દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ(bhartiya janta party) બાદ હવે આમ આદમી પાર્ટીએ(aam aadmi party) પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન(Chief Minister of Delhi) કેજરીવાલ સહિત પંજાબના મુખ્યપ્રધાન(Chief Minister of Punjab) ભગવંત માન, રાજ્યસભા સાંસદ(Rajya Sabha MP) સંજયસિંહ અને સહપ્રભારી રાઘવ ચઢ્ઢા(Co-in-charge Raghav Chadha) ગુજરાતમાં રોડ શો અને સભાઓ ગજવશે.
આપના ગુજરાતમાં ધામા:દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 22મી નવેમ્બર સુધી ચૂંટણી પ્રચાર કરશે. જેમાં આજે તેઓ સાંજ 4 વાગ્યે હાલોલમાં રોડ શો કરશે. 21મી નવેમ્બરે અમરેલીમાં રોડ શો કરશે અને 22મી નવેમ્બરે બપોરે 2 વાગ્યે ખંભાળિયામાં જાહેર સભા સંબોધીને ઈસુદાન ગઢવી માટે મત માગશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે સુરત પહોંચશે. સુરતમાં કતારગામથી મેદાને ઉતરેલા આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં રોડ શો કરશે. સુરતના આપ ઉમેદવારો માટે રાત્રે 9 વાગ્યે જાહેર સભા સંબોધીને મતદારોને મત માટે અપીલ કરશે. કેજરીવાલ 4 દિવસ દરમિયાન 4 રોડ શો અને 2 જનસભાને સંબોધિત કરશે.
ભગવંત માન ગજવશે સભા: આ સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન 5 દિવસ ગુજરાત ગજવશે. 21 નવેમ્બરે ઉમરગામ, કપરડા, ધરમપુર અને વાંસદા રોડ શોમાં ભાગ લેશે. 22 નવેમ્બરે ડાંગ, નવસારી અને ઉધનાના રોડ શો હાજર રહેશે. 23 નવેમ્બરના રોજ નિઝર, વ્યારા, માંડવી અને ઝઘડિયાના રોડ શોમાં સામેલ થશે. 24 નવેમ્બરે કરજણ, નાંદોદ, સંખેડા અને જેતપુર છોટા ઉદેપુરમાં રોડ શોમાં સામેલ થશે. અને છેલ્લા દિવસે માંગરોળ, બારડોલી અને ઓલપાડમાં રોડ શો કરશે. ભગવંત માન 5 દિવસની મુલાકાત દરમિયાન 18 રોડ શોમાં ભાગ લેશે. આ ઉપરાંત રાજ્યસભા સાંસદ સંજયસિંહ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે. તેઓ 2 રોડ શો અને 6 જનસભાને સંબોધિત કરશે. સહપ્રભારી સાંસદ રાઘવ ચઢ્ઢા 21 નવેમ્બરથી 4 દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે.