મોરબી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યારે હવે ભાજપ એક્શન મોડમાં જોવા મળે છે. સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. જેમાં આજે હિંદુ હૃદય સમ્રાટ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ( BJP Election Star Campaigner ) કિરણ સિરામિક રાતીદેવડી રોડ વાંકાનેર ખાતે વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીના ( BJP leader Jitu Somani ) સમર્થનમાં પ્રચાર માટે આવ્યાં હતાં. આ તકે સીએમ યોગી આદિત્યનાથે ( CM Yogi in Morbi ) બુલડોઝરને યાદ કરાવી સભા સંબોધતા કહ્યું હતું કે, આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની છે.
ગુજરાતીમાં સંબોધનની શરુઆત વાંકાનેરમાં યોગી આદિત્યનાથે ( CM Yogi in Morbi )સભા સંબોધતા પ્રથમ તો ગુજરાતીમાં કહ્યું હતું કે, હું મોરબી અને વાંકાનેરની જનતાનું સ્વાગત અને અભિવાદન કરું છે. જે સાંભળીને સભા સ્થળે ઉપસ્થિત સર્વેએ હર્ષનાદ કર્યો હતો. જે બાદ યોગી આદિત્યનાથે ( BJP Election Star Campaigner )જણાવ્યું હતું કે હું એ પ્રદેશમાંથી આવું છું. જ્યાં મહાદેવ, શ્રીકૃષ્ણ અને શ્રીરામ ત્રણેયની ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. આ પાવનભૂમિ એટલે ઉત્તર પ્રદેશની ધર્મભૂમિ અને આજે હું એ પવિત્ર ભૂમિ પર આવ્યો છું જેણે હંમેશા પડકારોનો સામનો કર્યો છે. જ્યારે ગુજરાતના ભૂકંપ આવ્યો ત્યારે ગુજરાત અને મોરબીનું શું થશે એવું લોકો વિચારતા હતા પરંતુ પોતાના મજબૂત મનોબળથી આજે મોરબી અને ગુજરાત અડીખમ છે અને સમગ્ર દેશ માટે ઉદાહરણ બન્યા છે. આ ઉપરાંત મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ( Morbi Bridge Collapse ) મૃત્યુ પામેલા દિવંગતોને CM યોગી આદિત્યનાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આ ઘટનામાં મોરબી સાથે ઊભો રહ્યો છે. આ સાથે તેમણે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને હાલ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના પણ વખાણ કર્યા હતાં અને એમની સાથે બચાવ કાર્યમાં જોડાયેલા પ્રત્યેક કાર્યકરોને બિરદાવ્યા હતાં.
ગુજરાતના વખાણયોગી આદિત્યનાથે ( CM Yogi in Morbi )ગુજરાત મોડલના વખાણ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શીર્ષ અને નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને એ વિકાસનું મોડલ આજે સમગ્ર ભારત માટે ઉદાહરણ બન્યું છે. આ ઉપરાંત ગુજરાતે કોરોના જેવી મહામારીની સામે પણ લડત આપી હતી. કોરોનાના કપરા કાળમાં પીએમ મોદી દ્વારા પ્રત્યેક સમસ્યાઓના નિવારણ માટે શ્રેણીબદ્ધ સકારાત્મ પગલાઓ લેવામાં આવ્યા હતાં. જયારે વિશ્વની મહાસત્તાઓ કોરોનાથી ચિતાગ્રસ્ત થયા હતાં. ત્યારે સરકારે આરોગ્ય અને રાશનની સુવિધાઓ વિનામૂલ્યે પ્રદાન કરી હતી. આવી કલ્યાણકારી યોજનાઓ થકી જ ભારત વિશ્વથી અલગ તરી આવે છે.
ગાંધી સરકારને યાદ કર્યાંવધુમાં યોગી આદિત્યનાથે ( BJP Election Star Campaigner )કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે. ભારત આજે સમગ્ર વિશ્વની સામે એક રોલ મોડલ રાષ્ટ્ર બન્યું છે. જે સૌ માટે ગર્વની વાત છે. ભારતની આઝાદી માટે ગાંધીજીએ અનેક વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો. સરદાર પટેલે ભારતના વિકાસ માટે દેશી રાજ્યોને વિલીનીકરણ કર્યું ત્યારે આજે આ ભારતભૂમિ બની છે અને અમને ગર્વ છે કે આ દેશની સેવા કરી રહ્યા છે.