ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ભાજપની મહિલા કાર્યકરે રચ્યું મોદી પર ગીત; ગીતમાં કર્યો યોજનાનો ઉલ્લેખ - ભાજપ સરકાર

.ભાજપની મહિલા અગ્રણી નેતા ભાવનાબેન અજમેરાએ (bhavnaben ajmera bjp worker) નરેન્દ્ર મોદીથી (prime minister narendra modi) પ્રભાવિત થઈને ચૂંટણી પ્રચારમાં ઉપયોગી થાય તેવું નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની યોજના પર ગીતની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે આ જ ગીતના માધ્યમથી તેઓ યુપી ચૂંટણીમાં પણ પ્રચાર કરી ચુક્યા છે

ભાજપની મહિલા કાર્યકરે રચ્યું મોદી પર ગીત
bjp-women-worker-composed-a-song-on-modi-influenced-by-modi-the-plan-was-mentioned-in-the-song

By

Published : Nov 24, 2022, 2:24 PM IST

જુનાગઢ:ગુજરાત વિધાનસભા ચૂંટણીનો (Gujarat assembly election 2022) માહોલ જામી ચુક્યો છે ત્યારે પ્રચાર પ્રસાર માટે દરેક પાર્ટીઓ અલગ અલગ પેતરા અજમાવી રહ્યા છે.ભાજપની મહિલા અગ્રણી નેતા ભાવનાબેન અજમેરાએ (bhavnaben ajmera bjp worker) નરેન્દ્ર મોદીથી (prime minister narendra modi) પ્રભાવિત થઈને ચૂંટણી પ્રચારમાં ઉપયોગી થાય તેવું નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની યોજના પર ગીતની રચના કરી છે.આ ગીત હવે જુનાગઢ જિલ્લામાં ચૂંટણી પ્રચારનું એક માધ્યમ (medium of campaign)પણ બની રહ્યું છે.ભાવનાબેન અજમેરા આ ગીત થકી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં (uttar pradesh assembly election) પણ પ્રચાર કરી ચૂક્યા છે.

ભાજપની મહિલા કાર્યકરે રચ્યું મોદી પર ગીત

PM મોદીથી પ્રભાવિત થઇ રચ્યું ગીત:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારથી પ્રભાવિત બનેલા મહિલા અગ્રણી નેતા ભાવનાબહેન અજમેરાએ નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારની યોજનાઓ પર ગીતની રચના કરી છે. આ ગીતના માધ્યમ થકી મહિલા અગ્રણી નેતા ભાવનાબેન અજમેરા વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને મહિલા મતદારોને આ ગીત આકર્ષિત કરી શકે છે.મોટી ચૂંટણી સભાઓ અને લાંબા લાંબા ભાષણોની જગ્યા પર નાનકડું એવું ગીત મહિલાઓને વધુ આકર્ષિત કરી શકે છે. જેને લઈને તેઓ દ્વારા ગીતની રચના તેમણે પોતે કરેલી છે અને તેમના પોતાના જ સ્વરમાં તેઓ ચૂંટણી સભા કે પ્રચાર કાર્ય જ્યાં ચાલતું હોય ત્યાં તેઓ ગીતના માધ્યમ થકી પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને મહિલા મતદારોમાં આ ગીત ખૂબ આકર્ષણ ઊભુ કરી રહ્યું છે.

યુપી વિધાનસભામાં કર્યો છે પ્રચાર:ભાવનાબેન અજમેરા એ ગત ઉત્તર પ્રદેશ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમને જે વિધાનસભામાં જવાબદારીઓ પક્ષના પ્રચાર અને ચૂંટણીલક્ષી યોજનાઓ મહિલા મતદારો સુધી પહોંચતી થાય તે માટેની જવાબદારી સોંપી હતી. ભાવનાબેન અજમેરાએ આ જ પ્રકારના ગીતો હિન્દીમાં બનાવીને ઉત્તર પ્રદેશની મહિલા મતદારોની વચ્ચે ગીતોના માધ્યમથી પણ ખૂબ પ્રચાર કર્યો હતો.જે વિધાનસભા સીટ પર ભાવનાબેન અજમેરાએ ગીતના માધ્યમથી ભાજપનો પ્રચાર કર્યો હતો તે વિધાનસભા બેઠકો પર ભાજપને જીત મળી છે.ભાવનાબેન અજમેરા જુનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર તેમના ગીતો દ્વારા મહિલા મતદારોની વચ્ચે પ્રચાર કરવાનું અભિયાન પણ બનાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details