અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) આ વખતે ખૂબ જ રસપ્રદ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય અને જિલ્લા પંથકમાં જેવું ચિત્ર જોઈએ એના કરતા ક્યાંય ચોંકાવનારૂ સાબિત થયું છે. વિધાનસભાની કુલ ત્રણ બેઠક એવી રહી કે, જેમાં નોટાએ ઉમેદવારોના જીતના સપના પર ઠંડું પાણી ફેરવી દીધું હતું. જોકે, આ ત્રણેય ઉમેદવારના ચહેરાઓ (bjp three candidates loses due to nota votes) ખૂબ ચર્ચામાં રહેલા છે. બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં સત્તા તરફી વલણ જોવા મળતા સૌરાષ્ટ્રમાં ફરી એકવખત કમળ ખીલી ગયું છે. હવે સૌથી વધારે ચર્ચામાં ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સૌરાષ્ટ્રમાંથી કેટલા ઉમેદવારને પ્રધાનપદ મળે છે એની થઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં પ્રચારની શરૂઆત સોમનાથથી થઈ: પૂર્વ કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરપણ NOTAની ઝપેટમાં આવ્યા છે. ઠાકોર રૂપાણી સરકારમાં શ્રમ વિભાગના પ્રધાન હતા. તેઓ પાટણની ચાણસ્મા બેઠક કોંગ્રેસના દિનેશભાઈ સામે લગભગ 1400 મતથી હારી ગયા હતા. અહીં 3293 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. સોમનાથમાં NOTAને 1530 મત મળેલા છે. હારનું માર્જીન 1000થી ઓછું રહ્યું છે. સોમનાથ બેઠક જીતવા માટે ભાજપે આ વખતે તમામ તાકાત લગાવી દીધી હતી. ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી પ્રચાર સુધી ભાજપે અનેક પ્રયોગો કર્યા. ભાજપે કોંગ્રેસના કાનાભાઈ ચુડાસમા સામે ધમાકેદાર માનસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, હકીકત એ પણ છે કે, સૌરાષ્ટ્રમાં પ્રચારની શરૂઆત વડાપ્રધાન મોદીએ સોમનાથથી કરી હતી
અહીં બેઠક પર શાહથી લઈને યોગી સુધીના નેતાઓએ રેલીનું આયોજન કર્યું હતું. પરંતુ NOTAએ ભાજપની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. કોંગ્રેસના કાનાભાઈને 73819 જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72897 મત મળ્યા હતા.
કોને કેટલા મત મળ્યા
- ભાજપ- 72897
- કોંગ્રેસ- 73819
- AAP- 32828
- નોટા- 1530
60 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ યથાવત: ખેડબ્રહ્મામાં NOTAને 7331 મત મળ્યા, ભાજપ 1664થી હારી છે. સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠક પર NOTAને સૌથી વધુ 7331 મત મળ્યા છે. અહીં કોંગ્રેસના તુષાર ચૌધરીએ ભાજપના અશ્વિન કોટવાલને 1664 મતથી હરાવ્યા હતા. ચૌધરીને 67349 વોટ અને કોટવાલને 65685 વોટ મળ્યા છે. ખેડબ્રહ્મા બેઠક ભાજપની 7 બેઠકોમાંથી એક છે, જ્યાં તેના વર્તમાન ધારાસભ્ય ચૂંટણી હારી ગયા છે. આ વખતે ભાજપે ગુજરાતની ચૂંટણીમાં 60 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ જાળવી રાખી હતી, જેમાં 53 ધારાસભ્યો ફરી ગૃહમાં પહોંચવામાં સફળ રહ્યા હતા.