જૂનાગઢ:ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) અંતર્ગત આગામી પહેલી તારીખે પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો મતદાન યોજાવા જઈ રહ્યું છે.દરેક પાર્ટી દ્વારા ચૂંટણીમાં પ્રચાર માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ભાજપ (bhartiya janta party) દ્વારા મહિલા મોરચાની ( women wing of BJP) અગ્રણી કાર્યકર બહેનો દ્વારા ગામડામાં મહિલા મતદારોને ભાજપ તરફી આકર્ષિત કરવા માટે કમલ મહેંદી અભિયાન ('Kamal Mehndi' abhiyan )શરૂ કર્યું છે.જેમાં મહિલાઓ શામેલ થતી જોવા મળી રહી છે.મહિલા વોટર્સને (women voters) આકર્ષવા માટે ભાજપે આ વિશેષ અભિયાન શરુ કર્યું છે
કમલ મહેંદી અભિયાન:રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આગામી પહેલી ડિસેમ્બરના દિવસે યોજવામાં જઈ રહ્યું છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે નવતર પ્રયોગો પણ શરૂ કર્યા છે.મહિલા મોરચાની અગ્રણી મહિલા નેતા અને કાર્યકરો દ્વારા જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કમલ મહેંદી અભિયાન શરૂ કરાયું છે. મતદાનના દિવસ સુધી પ્રત્યેક મહિલાના હાથ પર ભાજપનું ચૂંટણી પ્રતીક કમળ સતત હાજર રહે તે માટે ખાસ ચૂંટણીના દિવસોમાં કમલ મહેંદી અભિયાન શરૂ કરાયું છે.જેમાં મહિલાઓ પણ ઉમળકાભેર આવતી જોવા મળે છે.