અમદાવાદ:અમદાવાદ શહેરની નરોડા વિધાનસભા બેઠક પર (Naroda assembly seat) સિંધી અને ઓબીસી મતદારોનું (Sindhi and OBC voters) પ્રભુત્વ જોવા મળી આવે છે. જેના કારણે આ વખતે ત્રણેય પાર્ટીઓ દ્વારા પણ તે સમાજને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા યુવા મહિલા પાયલ કુકરાણીને(Bjp candidate Payal Kukrani) ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન (Congrss and NCP allience) કર્યું હોવાથી મેઘરજ ડોડવાણી (meghraj dodvani ncp candidate) ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 2017 માં કોંગ્રેસના ઉમેદવાર પક્ષ પલ્ટો કરીને આવેલા ઓમપ્રકાશ તિવારીને (om prakash tiwari AAP) ટિકિટ આપવામાં આવી છે. જેથી બિગ ફાઈટ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ જોવા મળશે.
ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણી: નરોડા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પાયલ કુકરાણીને ટિકિટ આપવામાં આવી છે જે પોતે વ્યવસાય એનેસ્થેયાના એમ.ડી ડોકટર છે. પાયલ કુકરાણી નરોડા વિસ્તારમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું તેમજ નિશુલ્ક તબીબી સહાય આપવાનું સામાજિક કાર્યમાં પહેલેથી સક્રિય હોવાનું જાણવા મળે છે.તેમના પિતા ભાજપ અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. પિતા મનોજભાઈ નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અન્ય હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેમના માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે.
NCP ઉમેદવાર:નરોડા વિધાનસભા બેઠક પર એનસીપી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાંથી એનસીપીના ઉમેદવાર તરીકે મેઘરાજ ડોડવાણી ટિકિટ આપવામાં આવી છે. કે પોતે વ્યવસાય એક ઇલેક્ટ્રીકની દુકાન ધરાવે છે સાથે સાથે અમદાવાદ ઇલેક્ટ્રીક એસોસીએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના ઓમ પ્રકાશ તિવારી ઉમેદવાર:ઓમ પ્રકાશ તિવારી આ વખતે નરોડા અમદાવાદની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.અગાઉ પર નરોડા વિધાનસભા પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા હતા.જેમાં 48000 જેટલા મત મેળવ્યા હતા.આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ રાજ્યના સંયુક્ત સચિવની જવાબદારી સોંપવામાં આવી છે.