સુરત:કોંગ્રેસ ચૂંટણી સાહિત્ય સાથે મહિધરપુરા વિસ્તારમાં કારમાંથી 75 લાખ મળી (75 lakhs from a car in Mahidharpura area) આવવાના પ્રકરણમાં (Cash-scandal) કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી બીએમ સંદીપ (Congress National Secretary BM Sandip) ભાગતાં હોવાનો બીજો સીસીટીવી (cctv footage) સામે આવ્યા છે. અગાઉ પણ એક સીસીટીવી ફૂટેજ આવી ચૂક્યો છે.જ્યારે બીજા ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે બી.એમ સંદીપ પોલીસ સાથે ઝપાઝપી કરી ફરાર થવામાં સફળ થાય છે.જો કે કોંગ્રેસ સીસીટીવીમાં બી.એમ સંદીપ ન હોવાનું (congres denied having BM Sandip in cctv) જણાવે છે.
કથિત કેશ કાંડ મામલે બીજા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે કેશ-કાંડ મુદ્દે નિવેદન: તેઓએ કેશ કાંડ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવો કોઈ મામલો દર્જ નથી થયો.પૂછપરછ કર્યા બાદ જે વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા તેમને છોડી દીધા છે.કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે રૂપિયા આવે છે તે માટે એક કમિટી છે.આ બાબતે તે કમિટી દ્વારા જવાબ રજૂ કરવામાં આવશે.આ ભાજપનો પ્રોપોગેન્ડા છે કોંગ્રેસને બદનામ કરવાનો. આટલા સમય સુધી અહીં સત્તામાં રહ્યા બાદ પણ નિષફળ હોવાનું ઠીકરું કોંગ્રેસના માથે ફોડે છે.અન્ય રાજ્યોમાં ભાજપ દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્યો ખરીદવામાં આવે છે.કોંગ્રેસ લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે.તેના કારણે ભાજપ દ્વારા આ રીતે બદનામ કરાઈ રહ્યા છે.
કોંગ્રેસે આરોપોનો કર્યું ખંડન ગુનામાં 2022માં 65.5%નો વધારો થયો:તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,ચિંતાની વાત છે કે ભાજપના બંધારણમાં જે બુનિયાદી વિચારો રાખવામાં આવ્યા છે તેની સામે મોટી ચેતવણિ ઉભી થઈ છે. કાર્યપાલિક, ન્યાયપાલિક અને પત્રકારીતા દબાવ નીચે કામ કરી રહ્યા છે. જુમલાનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં થયો. સુરતમાં મોટી માત્રામાં પ્રાઇવેટ શાળા ખુલે છે તેની સામે માત્ર ચાર-5 સરકારી શાળા ખુલે છે. ગુજરાતમાં મહિલા બાબતેના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2020માં 3,71,503 કેસ હતા તેની સામે 2021માં આ કેસ વધીને 4,28,278 થઈ ગયા છે. બળાત્કાર, છેડતી, ઘરેલુ હિંસા, દહેજ જેવા કેસ વધી રહ્યા છે. 1 લાખની વસ્તીને આધારે મહિલાઓ સામે થતા ગુનાઓમાં વર્ષ 2021માં 56.5%નો વધારો થયો અને 2022માં 65.5%નો વધારો થયો છે.
140 પ્રાઇવેટ શાળાઓ ખુલી:સાથે તેઓએ કહ્યું હતું,ગુજરાતમાં મહિલા સંબંધિત ગુનાઓ ટ્રાયલ કોર્ટમાં 97% પેન્ડિંગ છે. પોલીસ દ્વારા 2021માં નોંધાયેલા 96,001 ગુનાઓ પેન્ડિંગ છે. 2017 ચૂંટણી સમયે સુરતમાં ગારમેન્ટ બનાવવાની યોજનાની વાત થઈ હતી પરંતુ 5 વર્ષમાં તેનુ અમલીકરણ થયું નથી. કેન્દ્રમાં મોદી સરકારે 2017માં GST અમલીકરણનો વાયદો કર્યો તો પરંતુ GSTના કારણે વેપારીઓને વધુ નુકસાન થઈ રહી છે. મોદી સરકાર 5 કરોડ સુધીનું ટર્નઓવર વાળા વેપારીઓને ઇન્વોઈસ ફરજિયાત છે તેવું કરીને નાના વેપારીઓનો વેપાર કરવા મુશ્કેલ બનાવી રહી છે.સરકારી આંકડા અનુસાર સુરત શહેરમાં પાછળના 2 વર્ષમાં 5 સરકારી શાળાની તુલનામાં 140 પ્રાઇવેટ શાળાઓ ખુલી છે.