ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

મંત્રીમંડળના ખાતાની થઈ ફાળવણી, જાણો કોને કયા ખાતાની સોંપાઇ જવાબદારી - Allotment of accounts to new ministers

ગાંધીનગર: ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક(first cabinet meeting of the new government in Gandhinagar) મળી છે. જેમાં નવા પ્રધાનોને ખાતાની ફાળવણી(Allotment of accounts to new ministers) કરવામાં આવી હતી. જેમાં ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ તથા રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ વિભાગ સોંપવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વાર મુખ્યપ્રધાન પદના શપથ(CM Bhupendra Patel new Cabinet oath ceremony) લીધા હતા. 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા હતા.(Gujarat new cabinet 2022)

કેબિનેટ મંત્રીઓ ફાળવાયેલા ખાતા
કેબિનેટ મંત્રીઓ ફાળવાયેલા ખાતા

By

Published : Dec 12, 2022, 7:10 PM IST

Updated : Dec 12, 2022, 8:25 PM IST

ગાંધીનગર:ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક(first cabinet meeting of the new government in Gandhinagar) મળી છે. જેમાં નવા પ્રધાનોને ખાતાની ફાળવણી(Allotment of accounts to new ministers) કરવામાં આવી હતી. આજે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ(CM Bhupendra Patel new Cabinet oath ceremony) યોજાયો હતો. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વાર મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવદત્તે તમામને શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. (Gujarat new cabinet 2022)

કેબિનેટ પ્રધાનોને ફાળવાયેલા ખાતા:

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સંભાળશે.

નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ કનુ દેસાઈને સોંપવામાં આવ્યો છે. કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ આ વિભાગ સંભાળતા હતા. ઋષિકેશ પટેલને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતોના વિભાગની ફાળવણી કરાઈ છે.

રાઘવજી પટેલ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તથા બળવંતસિંહ રાજપુતને ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર ખાતું અપાયું છે. કુંવરજી બાવળિયા - જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા તથા મૂળુ બેરાને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગ ફાળવાયો છે. કુબેર ડીંડોરને આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને એકમાત્ર મહિલાપ્રધાન ભાનુબેન બાબરીયાને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની ફાળવણી કરાઈ છે.

રાજ્ય કક્ષાના હવાલો:

હર્ષ સંઘવીને રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ વિભાગ ફાળવવામાં આવ્યો છે. જગદીશ પંચાલને સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યનનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

રાજ્યકક્ષાના પ્રધાનો:

રાજ્યકક્ષાના 6 પ્રધાનોમાં પુરુષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલન, બચુ ખાબડને પંચાયત અને કૃષિ, મુકેશ જે. પટેલને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની ફાળવણી કરાઈ છે. જ્યારે પ્રફુલ્લ પાનસેરીયાને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ તથા ભીખુસિંહ પરમાર - અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા અને કુંવરજી હળપતિને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ ફાળવવામાં આવ્યો છે.

Last Updated : Dec 12, 2022, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details