આણંદ: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 (Gujarat Legislative Assembly General Election 2022) અંતર્ગત આણંદ જિલ્લાની 7 બેઠકો (7 Seat of anand district) ઉપર આગામી તા. 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ લોકશાહીના આ પર્વમાં વધુને વધુ મતદાન થાય અને મતદારો તેમના માતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ (the Election Commission) દ્વારા આ વખતની ચૂંટણીમાં સૌ પ્રથમવાર 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકે (senior citizens above 80 years of age and disabled voters can vote at home) તે માટેની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 80 વર્ષથી વધુ વય ધરાવતાં 31,484 વરિષ્ઠ નાગરિકો અને મતદાર યાદીમાં દિવ્યાંગ તરીકે ફલેગ થયેલ હોય તેવા 10,807 દિવ્યાંગજનો મળી કુલ 42,291 મતદારો પૈકી ઘરે બેસી મતદાન કરી શકે (42,291 voters who can vote at home) છે.
ફોર્મ-12-Dનું વિતરણ:વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી પંચની સૂચનાનુસાર આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 80 વર્ષથી વધુ વય ધરાવતાં 31,484 વરિષ્ઠ નાગરિકો અને મતદાર યાદીમાં દિવ્યાંગ તરીકે ફલેગ થયેલ હોય તેવા 10,807 દિવ્યાંગજનો મળી કુલ 42,291 મતદારો પૈકી ઘરે બેસી મતદાન કરવા ઈચ્છતાં મતદારોને ઘરે રહીને મતદાન કરવા માટે જરૂરી માહિતી ભરવા માટેના કોરા ફોર્મ-12ડી વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાંથી 247 વરિષ્ઠ નાગરિકો અને 67 દિવ્યાંગજનો દ્વારા ઘરે રહીને જ મતદાન કરવાનો વિકલ્પ પસંદ કરી ફોર્મ-12 ડી માં જરૂરી વિગતો ભરીને તે જમા કરાવવામાં આવ્યા. મતદારો દ્વારા જમા કરાવવામાં આવેલા આ ફોર્મ-12 ડી ને ધ્યાને લઈ આગામી દિવસોમાં સબંધિત મતદાર વિભાગમાંથી મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા પોલીંગ ઓફિસર સહિતની અધિકારી-કર્મચારીઓની ટીમ મતદારોના ઘરે જઈને સબંધિત મતદારને પોસ્ટલ બેલેટ આપીને તેમને ઘરે બેઠા બેઠા જ મતદાન કરાવશે.