ગુજરાત

gujarat

ETV Bharat / videos

મીડિયા પર હવે તંત્રની બાજ નજર, સુરતમાં મીડિયા મોનીટરીંગ રૂમની શરૂઆત - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 12:29 PM IST

સુરત : ફ્રી એન્ડ ફેર ઇલેક્શન માટે ચૂંટણી પંચ તૈયાર છે. લોકસભાની ચૂંટણીને લઈ સુરત જુની બહુમાળી બિલ્ડીંગમાં મીડિયા મોનીટરીંગ રૂમ શરૂ કરાયો છે. આચાર સંહિતાનો ભંગ ન થાય આ માટે આ મીડિયા મોનીટરીંગ રૂમ દ્વારા સતત વોચ રાખવામાં આવશે.

લોકસભા ચૂંટણીને લઈ તંત્ર તૈયાર : સુરત લોકસભા બેઠક વિસ્તારમાં આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે નાનપુરા સ્થિત બહુમાળી બિલ્ડીંગના આયોજન ભવનમાં મીડિયા મોનીટરીંગ રૂમ શરૂ કરાયો છે. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ મીડિયા મોનીટરીંગ રૂમની મુલાકાત કરી હતી. સ્થાનિક ન્યૂઝ ચેનલો પર આચારસંહિતાને લઈ નજર રાખવામાં આવશે. 7 મેના રોજ ગુજરાતમાં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈ દરેક બેઠક પર તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે પણ તકેદારી લેવામાં આવી છે. જેના ભાગરૂપે આ મીડિયા મોનીટરીંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

મીડિયા પર નજર રહેશે : સુરત જિલ્લા કલેકટર સૌરભ પારગીએ જણાવ્યું હતું કે, 11 ન્યુઝ ચેનલનું મોનીટરીંગ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર ખાતે કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ મીડિયાનો દુરુપયોગ ન થાય, પેઇડ ન્યૂઝ અને ફેક ન્યુઝ પર નજર રાખી શકાય તે માટે આ મીડિયા મોનીટરીંગ સેન્ટર શરૂ કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details