મુંબઈ:ભારતના ઔદ્યોગિક શહેર મુંબઈમાં શુક્રવારથી દિગ્ગજ ટેક કંપની Appleની iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ થઈ ગયું છે. એપલ સ્ટોરની બહાર સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, એપલે આ મહિનાની શરૂઆતમાં એક મોટી ઈવેન્ટમાં AI ફીચર્સ સાથે iPhone 16 સીરીઝ લોન્ચ કરી હતી.
iPhone 16 સિરીઝ ખરીદવા માટે વહેલી સવારથી જ ખરીદદારોની લાંબી લાઈનો લાગી ગઈ છે. જ્યારે iPhone 15 સિરીઝ લૉન્ચ થઈ ત્યારે લોકોમાં પણ આ પ્રકારનો ક્રેઝ જોવા મળ્યો હતો.
એપલ સ્ટોરની બહાર એક ગ્રાહક ઉજ્જવલે કહ્યું કે, હું છેલ્લા 21 કલાકથી કતારમાં ઉભો છું. હું ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ અહીં આવ્યો હતો. જ્યારે Apple સ્ટોર આજે સવારે 8 વાગ્યે ખુલશે, ત્યારે હું iPhone 16 સિરીઝ ખરીદનાર પ્રથમ વ્યક્તિ હોઈશ.