નવી દિલ્હી :ટેસ્લા અને સ્પેસ X ના અબજોપતિ CEO એલોન મસ્કે ગુરુવારે જણાવ્યું હતું કે 2,500 વેરિફાઈડ સબસ્ક્રાઈબર ફોલોવર્સ ધરાવતા X યુઝરને મફતમાં પ્રીમિયમ સુવિધા મળશે. એલોન મસ્કે ઉલ્લેખ કર્યો છે કે, જેમની પાસે 5,000 થી વધુ વેરિફાઈડ સબસ્ક્રાઈબર ફોલોવર્સ છે તેને મફતમાં પ્રીમિયમ+ મળશે.
કોને મળશે પ્રીમિયમ સુવિધા ? એલોન મસ્કે પોસ્ટમાં લખ્યું છે કે, આગળ જતાં 2,500 થી વધુ વેરિફાઈડ સબસ્ક્રાઈબર ફોલોવર્સ સાથેના તમામ X એકાઉન્ટ્સને મફતમાં પ્રીમિયમ સુવિધાઓ મળશે અને 5000 થી વધુ વેરિફાઈડ સબસ્ક્રાઈબર ફોલોવર્સ ધરાવતા એકાઉન્ટને મફતમાં પ્રીમિયમ+ મળશે.
યુઝર્સની પ્રતિક્રિયા :એલોન મસ્કની આ જાહેરાતથી ઘણા લોકો ખુશ દેખાતા હતા અને તેમના ફોલોવર્સ આવકાર આપ્યો હતો. એટલું જ નહીં કેટલાક યુઝર્સે સ્પષ્ટતા પણ માંગી છે. એક યુઝરે ટિપ્પણી કરતા તેના એકાઉન્ટ પર લખ્યું છે કે, આ ખરેખર ખૂબ જ સારા સમાચાર છે. જોકે, હું સ્પષ્ટતા માટે પૂછવા માંગુ છું કે, શું તમે ચકાસાયેલ ફોલોવર્સનો ઉલ્લેખ કરી રહ્યાં છો અથવા તમે એક્સ સબ્સ્ક્રિપ્શન્સના સંદર્ભમાં ગ્રાહકો પર ચર્ચા કરી રહ્યા છો ? જો તે બીજો વિકલ્પ છે તો એવું લાગે છે કે મને ફક્ત 4,796 વધુ સબ્સ્ક્રાઇબર્સની જરૂર છે.
અન્ય એક યુઝરે પોસ્ટ કરી કે, કોઈના 100,000 ફોલોવર્સ હોઈ શકે છે, પરંતુ જો તેમની વચ્ચે 2,500 થી ઓછા સબ્સ્ક્રાઇબર્સ હોય તો તમને તમારું પ્રીમિયમ મફતમાં મળશે નહીં.
X પ્લેટફોર્મ પર 550 મિલિયનથી વધુ માસિક વપરાશકર્તાઓ છે. અગાઉ OpenAI ના ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે એલોન મસ્કે કહ્યું હતું કે, X પ્લેટફોર્મ ટૂંક સમયમાં તેના 'Grok' AI ચેટબોટને વધુ ચૂકવણી કરનારા ગ્રાહકો માટે મંજૂરી આપશે.
- ઓછી કિંમતમાં મજબૂત ફીચર્સ સાથે માર્કેટમાં ધમાલ મચાવવા માટે POCO C61 તૈયાર, જાણો કયા દિવસે લોન્ચ થશે - POCO C61
- SpaceX Starship Rocket : એલોન મસ્ક આટલા લાખ લોકોને મંગળ પર લઈ જવાની યોજના બનાવી રહ્યા છે