સાદી ચણિયાચોળીના 1500 રૂપિયા જ્યારે જીન્સ લુકમાં ભાવ 2000 થી સ્ટાર્ટિંગ થાય (Etv Bharat Gujarat) ભાવનગર: નવલા નોરતા નજીક આવી રહ્યા છે ત્યારે ખેલેયાઓ માટે ડિઝાઇનરો દ્વારા નવા પહેરવેશ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં એક દાયકાથી પણ વધુ સમયથી ફેશન સાથે જોડાયેલ ફેશન ડિઝાઈનર સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. અને આ વર્ષે નવરાત્રીમાં કેવા લુકના પહેરવેશ લોકો અપનાવશે અને તેના ભાવ શુ હશે તેના વિષે માહિતી મેળવી હતી. ચાલો જાણીએ.
નવા લુક તેમજ 10 વર્ષ પહેલાંની કળા સાથે જાણો ભાવ સહિતની સંપૂર્ણ માહિતી (Etv Bharat Gujarat) 10 વર્ષ પહેલાંની કળા પશ્ચિમી સંસ્કૃતિમાં પાછી ફરી: ફેશન ડિઝાઇનગર શ્રદ્ધાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, 'હું ચણીયા ચોળી સેકટરમાં 15 વર્ષથી જોડાયેલી છું. દર વર્ષે નવી નવી ડિઝાઇનો આવતી જાય છે પરંતુ આ વર્ષે પહેલાંની જે જૂની ચણિયાચોળી હાથ ભરત કરવાની જે કળા હતી એ આ વર્ષે વધારે જોવા મળે છે. જૂની 10 વર્ષ પછીની પદ્ધતિ અત્યારે પાછી આવી રહી છે. પહેલા કચ્છી ભરત, સાદું ભરત અને મીરરવર્ક એ બધું આવતું જ હતું, પણ અત્યારે એ જ વસ્તુ કોટનમાં આવે છે એની સાથે સાથે હવે ડેનિંમ વસ્તુ હોય એટલે કે જીન્સ અને જેકેટ પણ ચર્ચામાં છે. એટલે પશ્ચિમ સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ બંને મિક્સ થઈને આ વર્ષનો લુક છે. જે નવો નવરાત્રીનો પહેરવેશ આવ્યો છે. આ આખો ડિફરન્ટ લુક જ આવ્યો છે.
શું હશે આ વર્ષના ટ્રેન્ડિંગ લુક (Etv Bharat Gujarat) લોકોને લાગ્યું નવું અને આ વર્ષે પણ હશે નવો ટ્રેન્ડ: નવરાત્રીમાં ગામઠી સંસ્કૃતિને દર્શાવતી કલા પહેરવેશમાં જોવા મળતી હતી. પુરુષો માટે કેડીયું અને સ્ત્રીઓ માટે ચણિયાચોળી હાથ ભરત ભરેલા ખેલૈયાઓના પ્રિય રહેતા હતા, પરંતુ આ વર્ષે નવો ટ્રેન્ડ આવ્યો છે. જેમાં ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિનો સમન્વય કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરના મહિલા કૃતિકાબેને જણાવ્યું હતું કે, સારું છે ચણિયાચોળીનું નવું કલેક્શન છે અને નવીન છે. યંગ જનરેશનને ગમે તેવું છે. જેકેટમાં નવીનતા છે જે સારી છે.
નવા લુક તેમજ 10 વર્ષ પહેલાંની કળા સાથે જાણો ભાવ સહિતની સંપૂર્ણ માહિતી (Etv Bharat Gujarat) શું હશે આ વર્ષના ટ્રેન્ડિંગ લુક (Etv Bharat Gujarat) જીન્સમાં હાથ ભરત નવો ટ્રેન્ડ અને ભાવ શુ: ફેશન ડિઝાઈનર શ્રદ્ધાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, એમાં નવા લુકમાં વધીને 300 થી 400 રૂપિયા જેવો ડીફરન્ટ આવે છે. કારણ કે જૂની વસ્તુઓ જે હતી, એ તો અત્યારે એનો ભાવ વધારે રહેવાનો જ, પણ અગાઉના ગયા વર્ષે જે વસ્તુઓ હતી તેની ડિમાન્ડ ઘટી ગઈ છે. એના કારણે બંને જો મિક્સ કરવા જઈએ તો 300 થી 400નો ભાવનો વધારો આવે છે. એનાથી વધારે ભાવ વધારો નથી આવતો. સાદી ચણિયાચોળીના 1500 રૂપિયા રહે છે. જ્યારે જીન્સ લુકમાં ભાવ 2000 થી સ્ટાર્ટિંગ થાય છે.
- જામનગરના બજારમાં રાખડીની અવનવી વેરાયટી, કઈ રાખડીનો છે આ વર્ષે ક્રેઝ, જાણો - Rakhi in the markets of Jamnagar
- માધાપર હિંડોળા મહોત્સવ: 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિરાંગનાઓની ભૂમિકાની ઝાંખી દર્શાવાઈ - Tribute to women veterans of war