ગાંધીનગર:રાજ્યની દૂધ મંડળીઓ-સભાસદોના જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખાતા વધુ માત્રામાં ખોલાવા અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષાનું ગાંધીનગર ખાતેથી આયોજન કરવામાં આવ્યુ હતું.
મધ્યસ્થી સહકારી બેંકમાં દૂધ મંડળીઓના ખાતા વધારવા માટે યોજાઇ વર્ચ્યુઅલ બેઠક - Meeting Central Cooperative Bank - MEETING CENTRAL COOPERATIVE BANK
જિલ્લા મધ્યસ્થી બેંકમાં દૂધ મંડળીઓ અને ભાગીદારો તેમજ સભાસદો વધુ પ્રમાણમાં ખાતાઓ ખોલાવે તે હેતુથી ગાંધીનગર ખાતે એક વર્ચ્યુઅલ બેઠક ગોઠવવામાં આવી હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ જાણવા માટે વાંચો આ અહેવાલ. Meeting for Central Cooperative Bank
Published : Jul 3, 2024, 2:08 PM IST
સહકાર થી સમૃદ્ધિ: બેન્કોમાં વધુ પ્રમાણમાં ખાતા ખૂલે તે સિવાય સાથે સાથે આગામી 6 જુલાઈના રોજ સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં યોજાનાર 'સહકાર થી સમૃદ્ધિ' કાર્યક્રમ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
તમામ અધિકારીઓએ હાજરી આપી:આ સમીક્ષા બેઠકમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ, નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ,ઈકફોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ, સહકાર સચિવ સંદીપકુમાર ઉપરાંત જિલ્લા સહકારી દૂધ સંઘ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન, રજિસ્ટ્રાર, નાબાર્ડના અધિકારીઓ,પદાધિકારીઓ અને સહકારી સંઘના આગેવાનોએ તેમની હાજરી આપી હતી.