ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી નજીક અવાવરું જગ્યાએ મળ્યો કિશોરનો મૃતદેહ, બે દિવસથી ગુમ હતો

વલસાડમાં પારડીના બાલદા ગામ નજીક અવાવરું જગ્યામાં નિર્માણાધીન બિલ્ડિંગમાંથી એક કિશોરનો મૃતદેહ મળ્યો છે. આ કિશોર બે દિવસથી ગુમ હતો, પોલીસે તપાસ હાથ ધરી છે.

અવાવરું જગ્યાએ મળ્યો કિશોરનો મૃતદેહ
અવાવરું જગ્યાએ મળ્યો કિશોરનો મૃતદેહ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2024, 12:48 PM IST

વલસાડ :પારડીના બાલદા ગામ નજીક અવાવરું જગ્યામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં આવેલી લિફ્ટના ડક્ટ નીચેના પેસેજમાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. કિશોર બે દિવસથી ગુમ હતો, તેના પિતા અને કાકા દ્વારા શોધખોળ કરતાં આજે તેનો મૃતદેહ બિલ્ડિંગમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અવાવરુ જગ્યાએ મળ્યો મૃતદેહ :બાલદા નજીકમાં અવાવરું જગ્યા પર નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટના ડક્ટમાંથી એક કિશોરનો મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ અતુલ યોગેન્દ્રસેન નામના કિશોરનો હોવાનું બહાર આવ્યું છે. મૃતક કિશોરના પિતાએ તેના કપડાં પરથી ઓળખ કરી બતાવી છે. અતુલ યોગેન્દ્ર સેન છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી ગુમ હતો, જેની શોધખોળ તેના પિતા દ્વારા કરવામાં આવી રહી હતી.

પારડી નજીક જગ્યાએ મળ્યો કિશોરનો મૃતદેહ, બે દિવસથી ગુમ હતો (ETV Bharat Gujarat)

બે દિવસથી ગુમ હતો કિશોર :અતુલ યોગેન્દ્ર સાહેબનો મૃતક કિશોરનો જન્મદિવસ ગુરૂવારના રોજ હતો, પરંતુ તે બુધવાર પહેલા જ પોતાના ઘરેથી ગુમ થયો હતો. કિશોર રાત્રે ઘરે ન આવતા તેમના પિતા અને પરિવાર ચિંતિત બન્યા હતા અને તેની શોધખોળ આસપાસના વિસ્તારમાં શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગ્યો. ત્યારે શુક્રવારે વહેલી સવારે બાલદા ગામ નજીક નિર્માણાધીન બિલ્ડિંગમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો હતો.

પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી :આ ઘટના અંગેની જાણકારી મળતા પારડી પોલીસ ટીમ તેમજ વલસાડ જિલ્લા DSP પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં કિશોર પર અનેક ઈંટો પડેલી હોય એવું માનવામાં આવી રહ્યું છે. અથવા કોઈની સાથે અહીં આવ્યા બાદ માથાકૂટ થઈ હોય અને તે બાદ તેની હત્યા કરાઈ હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. હાલ તો આ સમગ્ર બાબતે SOG અને LCB ટીમ તપાસમાં જોતરાય છે.

  1. વલસાડમાં 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા
  2. વલસાડમાં અવાવરું જગ્યાએથી નરકંકાલ મળતા ચકચાર

ABOUT THE AUTHOR

...view details