જુનાગઢ:આજે રાષ્ટ્ર તેનો પ્રજાસત્તાક પર્વ મનાવી રહ્યું છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ગત રાત્રીથી જ તિરંગા કલરની લાઈટ સાથેનો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મંદિરને ત્રિરંગાની લાઈટથી કરેલા અદભૂત શણગાર જોઈને ખુશીથી જૂમી ઊઠ્યા હતા.
સોમનાથ મંદિર ને કરાયો તિરંગો શણગાર: આજે સમગ્ર રાષ્ટ્રમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ધામધુમ પૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ પ્રજાસત્તાક પર્વની વિશેષ અને ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દિવસ દરમિયાન ધર્મની સાથે રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર થાય તે માટે પણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ દર્શને આવેલા ભક્તો માટે વિશેષ શણગાર અને પૂજન ની વ્યવસ્થા પણ કરી છે. ગત રાત્રિના સમયે સોમનાથ મંદિર પરીસરને કેસરી સફેદ અને લીલા રંગની લાઈટોથી એકદમ ત્રિરંગાનું સ્વરૂપ આપીને શણગારવામાં આવ્યું હતું, જેના દર્શન કરીને શિવભક્તોએ શિવ અને શક્તિશની સાથે રાષ્ટ્રભક્તિના દર્શન પણ કર્યા હતા.
પ્રજાસત્તાક પર્વને લઈને સોમનાથ મંદિરમાં કરાયો ત્રિરંગાનો શણગાર (Etv Bharat Gujarat) સોમનાથમાં થાય છે પ્રસંગો અને લઈને ઉજવણી:પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ગણતંત્ર અને સ્વતંત્ર દિવસની ઉજવણી વર્ષોથી થતી આવે છે. રાષ્ટ્રીય મહાપર્વના આ બે દિવસો દરમિયાન સોમનાથ મહાદેવને તિરંગાની સાથે રાષ્ટ્રભક્તિ ઉજાગર થાય તે પ્રકારે વિવિધ શણગારના દર્શનનું આયોજન પણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. આજે દિવસ દરમિયાન સોમનાથ મહાદેવને ત્રિરંગાના શણગારની સાથે અનેક વિધ ધાર્મિક અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને શિવ અને શક્તિના દર્શન માટે સોમનાથ આવેલા સૌ ભક્તોને રાષ્ટ્રભક્તિના પણ દર્શન થાય તે માટેનો પ્રયાસ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પાછલા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે.
પ્રજાસત્તાક પર્વને લઈને સોમનાથ મંદિરમાં કરાયો ત્રિરંગાનો શણગાર (Etv Bharat Gujarat) પ્રજાસત્તાક પર્વને લઈને સોમનાથ મંદિરમાં કરાયો ત્રિરંગાનો શણગાર (Etv Bharat Gujarat) પ્રજાસત્તાક પર્વને લઈને સોમનાથ મંદિરમાં કરાયો ત્રિરંગાનો શણગાર (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- ખોટા દાગીના પહેરનારા માટે લાલબત્તી સમાન કિસ્સો જાણો ખોટા દાગીનાએ કેવું કરાવ્યું કૃત્ય
- અહોઆશ્ચર્યમ! જૂનાગઢના ખોરાસા ગીરની વિચિત્ર કેરી, લાડુ જેવો આકાર જોઈ ખેડૂત હરખાયા
- પદ્મશ્રી હિરબાઈનું માંદગીના કારણે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમ વિધિ