ખેડા: મહુધા તાલુકાના નાની ખડોલ ગામે રહેતી 45 વર્ષિય મહિલા ગત 7 જૂનના રોજ સાંજના સમયે ગામના સીમ વિસ્તારમાં કુદરતી હાજતે ગયા હતા. જે અડધો કલાક બાદ પણ પરત ન આવતા તેમના પતિ નજીરમિયા તેમને શોધવા માટે સીમ વિસ્તારમાં ગયા હતા. જ્યાં તપાસ કરતા ઝાડી ઝાંખરામાં લોહી લુહાણ હાલતમાં તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેણીને ચહેરા અને કપાળના ભાગે ઈજાઓ પહોંચી હતી. મૃતદેહ મળી આવતા બુમરાણ મચાવતા ગામ લોકો એકત્ર થઈ ગયા હતા. જે બાબતે મહુધા પોલિસને જાણ કરતા પોલિસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મહુધા સરકારી હોસ્પિટલ ખસેડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડામાં પત્નીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ? - husband killed his wife in kheda - HUSBAND KILLED HIS WIFE IN KHEDA
ખેડા જીલ્લાના મહુધા તાલુકાના નાની ખડોલ ગામે સીમ વિસ્તારમાં 45 વર્ષિય મહિલાનો ઝાડી ઝાંખરમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલામાં મહુધા પોલિસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો આ સમગ્ર ઘટનાનો આરોપી છે કોણ? જાણો આ અહેવાલમાં..., The husband killed his wife in kheda
Published : Jun 14, 2024, 1:52 PM IST
આરોપી ઝડપાયો : પોલિસ દ્વારા આ મામલામાં હત્યાનું કારણ જાણવા તેમજ હત્યારાને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ગામના સૂમસામ વિસ્તારમાં મહિલાની હત્યા નિપજાવી હત્યારો આબાદ ફરાર થઈ ગયો હતો. જે ઘટનાને પગલે તપાસ માટે કપડવંજ ડીવાયએસપી સહિત એફએસએલ, એલસીબી અને એસઓજીની ટીમ તેમજ ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરાઈ હતી. જે દરમ્યાન પોલિસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પતિને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાની સધન પોલિસ તપાસમાં મહિલાને તેના પતિના કૌટુંબિક ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઈ તેઓ ખેતરમાં મળતા હતા. મહિલાની હત્યાના દિવસે પણ તેઓ ખેતરમાં મળવા ગયા હતા. ત્યારે મહિલાનો પતિ ત્યાં આવી ગયો હતો.જેણે ઉશ્કેરાઈને માર મારી મહિલાની હત્યા કરી હતી.
આરોપીની ધરપકડ કરવામાં આવી: આ બાબતે કપડવંજ ડીવાયએસપી વી.એન.સોલંકીએ જણાવ્યુ હતું કે 7 જૂનના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે નાની ખડોલ ગામે ખેતરમાં કુદરતી હાજતે ગયેલ મહિલાનું કોઈએ મોત નિપજાવ્યું હોવાની ફરિયાદ મહુધા પોલિસ સ્ટેશને નોંધાઈ હતી. જેની ઉંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે મૃતક મહિલાને તેના પતિના કૌટુંબિક ભાઈ સાથે અનૈતિક સંબંધો હતા. જેને લઈ તેઓ ખેતરમાં મળતા હતા. તે દિવસે પણ તેઓ ખેતરમાં મળ્યા હતા. તે દરમિયાન મહિલાના પતિ નજીરમિયા ત્યાં આવી ગયેલા અને ઉશ્કેરાઈ જઈને તેમણે તેની પત્નીની હત્યા કરી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.