Intro:છોટા ઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સતત ગેરહાજર રહેતાં સાત શિક્ષકો પૈકી ચારને સસ્પેન્ડ કરાયા બાદ પણ બડાલીયા અને કનલવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો લાંબા સમયથી સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો વર્ષોથી ગુલ્લેબાજ અને વિદેશમાં રહેવા છતાં નોકરીમાં ચાલુ રહેનારા સાત શિક્ષકો માં કોના કોના નામ છે તે જાણીએ...
શિક્ષકોના નામ
1, ભરકુંડા પ્રાથમિક શાળા નાં શિક્ષિકા કોકિલાબેન પવનસિંગ વાધેલા તારીખ 3/3/202017 થી ગેરહાજર છે
2.ડોલરીયા પ્રાથમિક શાળાના શિક્ષક પરમાર મહેશભાઈ શંકરભાઈ તારીખ 17/04/2017 થી ગેરહાજર છે
3. બરોલી પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ તારીખ 11/06/2019થી ગેરહાજર છે
4. નાખલ પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ કિર્તિકુમારી નારણભાઈ 9/06/2014 થી ગેરહાજર છે
5. લવેડ પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ તારીખ 2/1/2018 ગેર હાજર છે,
6. કુંડી નવી વસાહત પ્રાથમિક શાળાના શિક્ષિકા શાહ જાગૃતિબેન ગોપાલદાસ 29/6/218થી ગેર હાજર છે
7. કલેડીયા પ્રાથમિક શાળાના શિક્ષિકા પંચાલ સ્વાતિબેન અનિલકુમાર 1/1/2022 થી ગેરહાજર છે
ગુલ્લીબાજ શિક્ષકોનો છે અહીં ત્રાસ (Etv Bharat Gujarat) રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું?
જે સાત શિક્ષકો પૈકી ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે, ત્યારે આ સિવાયની પણ કેટલીક ગ્રામીણ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો લાંબા સમયથી સતત ગેરહાજર રહેતાં હોવાની જાણ Etv Bharat ને થતાં રિયાલિટી ચેક કરતાં બોડેલી તાલુકાના બડાલીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાઠવા સંદીપભાઈ પ્રતાપભાઈ છેલ્લા દોઢ વર્ષથી શાળામાં ફરજ પર આવ્યાં નથીનું ગામ લોકો અને શાળાના આચાર્ય જણાવી રહ્યાં છે.
જ્યારે ક્વાંટ તાલુકાના કનલવા ગામના બામણીયા ફળિયાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય કમ શિક્ષિકા હેમાંગીબેન ઘનશ્યામભાઈ ચૌધરી તારીખ 9/10/2023 થી 90 દિવસની કપાત રજા પર વિદેશ ગયાં બાદ પરત ફર્યા નથી. આ શાળામાં ફરજ બજાવતા બીજા શિક્ષકની જિલ્લા ફેર બદલી થતાં શાળા ઇન્ચાર્જ શિક્ષકો દ્વારા ચલાવવામાં આવે છે. જેને લઈને 700ની વસ્તી ધરાવતા બામણીયા ફળિયાના બાળકોને બીજી શાળામાં ભણવા જવા મજબુર બન્યા છે.
સતત ગેર હાજર રહેતાં સાત શિક્ષકોની યાદી જાહેર કર્યાં બાદ પણ બડાલિયા અને કલનવા બામનીયા ફળિયાના શિક્ષકો લાંબા સમયથી સતત ગેર હાજર રહેવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને રૂબરૂમાં પૂછતાં તપાસનો વિષય છે તેમ જણાવી મીડિયા સમક્ષ વાત કરવાનો ઇન્કાર કર્યો હતો.
બાઈટ
રોહિત રાઠવા
ઇન્ચાર્જ આચાર્ય
કનલવા પ્રા શાળા
ગિરીશ રાઠવા
સ્થાનિક યુવક
બાઈટ નિમેષ પટેલ
આચાર્ય બડાલીયા પ્રા શાળા
જયેન્દ્ર રજપુત
સ્થાનિક આગેવાન
1 પી ટુ સી
રાજેશ રાઠવા
કનલાવા શાળા
પીટીસી
2ડાલીયા પ્રા શાળા Body:છોટા ઉદેપુર Conclusion:છોટા ઉદેપુર