ગુજરાત

gujarat

ETV Bharat / state

લીડીયાતમાં કોન્ટ્રાકટર સામે અસંતોષ, લોકોએ અટકાવી જેટકો અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ કામગીરી - Surtat Jetco Underground Cabling

સુરતના માંગરોળ તાલુકાના લીડીયાત ગામે જેટકો દ્વારા કરવામાં આવી રહેલી અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી જિલ્લા શાસક પક્ષના નેતા અને ગ્રામજનોએ અટકાવી દીધી હતી. અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ માટે ખાડા ખોદવા બાદ કોન્ટ્રાકટર ધ્વારા યોગ્ય કામગીરી નહી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

લીડીયાતમાં કોન્ટ્રાકટર સામે અસંતોષ, લોકોએ અટકાવી જેટકો અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ કામગીરી
લીડીયાતમાં કોન્ટ્રાકટર સામે અસંતોષ, લોકોએ અટકાવી જેટકો અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ કામગીરી (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 9:40 AM IST

સુરત : સુરત જિલ્લાના લીડીયાત ગામે કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર આવેલ સબ સ્ટેશનમાંથી હાલમાં જેટકો દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવી રહ્યો છે, આ અંડર ગ્રાઉન્ડ કેબલ લીડીયાત ગામની જીઆઈડીસીમાં રોડ સાઈડે નાખવામાં આવી રહ્યો છે. આ કામમાં કામગીરી નિહાળીને ગામલોકોમાં રોષ ફેલાયો છે. કોન્ટ્રાક્ટર સામે અસંતોષ હોવાથી ગામલોકોએ શાસક પક્ષના નેતાને રજૂઆત કરી હતી. જેને લઇને કામગીરી અટકાવવામાં આવી હતી.

યોગ્ય કામગીરી નહી કરતા હોવાનો આક્ષેપ (ETV Bharat)

અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી : સુરત જિલ્લાના લીડીયાત ગામે હાલ જેટકો ધ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. કીમ - માંડવી રાજ્ય ધોરી માર્ગ પર આવેલા સબ સ્ટેશનથી લીડીયાત ગામે જીઆઈડીસીમાં રોડની બાજુમાં આ અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે કેટલીક જગ્યા પર હજુ એક વર્ષનો સમય થવા આવ્યો છતાં પુરાણ કરવામાં આવ્યું નથી જેને લઇ અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે.

નેતા અને ગ્રામજનોએ કામ અટકાવ્યું : લીડીયાત ગામે આજે સવારે જ્યારે જેટકો કંપનીના કર્મચારીઓ કામ કરી રહ્યાં હતાં ત્યારે લીડીયાત ગામના સ્થાનિક આગેવાન અને સુરત જિલ્લા પંચાયતના શાસક નેતા રાવજી વસાવા અને ગ્રામજનોએ કર્મચારીઓને અટકાવ્યા હતા, એક વર્ષ થવા છતાં કેટલીક જગ્યાઓનું સમારકામ થયું નથી. પરંતુ ગઈકાલ સાંજથી આવું જ થઈ રહ્યું છે. લીડીયાત ગામનો મુખ્ય માર્ગ જેટકો કંપની દ્વારા ગ્રામજનોને જાણ કર્યા વિના રોડ પર 10 થી 15 ફૂટ જેટલો મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો જેના કારણે ગ્રામજનો ફસાઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં પણ મોટી ખોટનો સામનો કરવો પડે તેવી શકયતા હતી, ઉપરાંત ઘણી જગ્યાએ કામ પૂર્ણ થવા છતાં કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા પૂરવામાં આવ્યા નથી અને કેટલીક જગ્યાએ ખાડા ખોદીને ગ્રામજનો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ગ્રામજનોનું માનવું છે.

કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરની ખાતરી : ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, જે જગ્યાએ ખાડાઓ ખોદવામાં આવ્યા છે તે તમામ જગ્યાએ માટી નાખીને જ કામ પૂર્ણ કરવામાં આવશે અને કંપનીને કામ કરવાની મંજૂરી આપવામાં આવે તો ગામ તરફ જતા રસ્તાને પણ ફરીથી આરસીસી કરવામાં આવશે અન્યથા વિરોધ ચાલુ રહેશે જો કે, જેટકો કંપનીનો કોઈ કર્મચારી કે અધિકારી ઘટના સ્થળે ગયો ન હતો. આ વાત સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર સંદીપભાઈએ વાતચીત દરમિયાન જણાવી હતી. થોડા સમય માટે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, કંપની પાસે કેબલ કંપની પાસે ગ્રાઉન્ડ લાઈન ન હતી જેના કારણે કામ અટક્યું હતું, હવે કેબલ આવ્યા બાદ ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે કે જે ખાડાઓ છે તેને પૂરીને રસ્તાને તેની મૂળ સ્થિતિમાં લાવવામાં આવશે અને તમામ ખાડાઓ પણ ભરવામાં આવશે.

  1. Patan News: રાધનપુરના કલ્યાણપુરાની આંગણવાડીના બાંધકામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી, વહીવટી તંત્રનું અકળ મૌન
  2. Surat Viral Video: ઓલપાડમાં પાણીની ટાંકીની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી, વીડિયો વાયરલ થયો તો...

ABOUT THE AUTHOR

...view details