સુરત: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી વિવિધ પરીક્ષાઓમાં 140 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા છે. પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ સાહિત્યમાંથી ચોરી કરી હતી. વિદ્યાર્થીઓએ કપડા પર, કેલ્ક્યુલેટર, બેન્ચ પર તેમજ હાથ પર લખાણ લખીને ગયા હતા.
વિદ્યાર્થીને 500 થી 10000 સુધીની નાણાકીય દંડ: તમામ વિદ્યાર્થીઓને કોમન યુનિવર્સિટી એક્ટ હેઠળ નવા નિયમ મુજબ સજા ફટકારવામાં આવશે. જેમાં વિદ્યાર્થીને 500 થી 10000 સુધીની નાણાકીય દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટીમાં પણ માલપ્રેક્ટિસ ઈન્ક્વાયરી કમિટીની નિમણૂક કરવામાં આવી છે. આગામી સમયમાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની હિયરિંગ યોજાશે. ત્યારબાદ MPEC દ્વારા સજા સંભળાવવામાં આવશે.
VNSGUના 140 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા (ETV Bharat Gujarat) આ બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટર ઇન્ચાર્જ ડો.રમેશદાન ગઢવીએ જણાવ્યું કે,' વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં અમારી સ્કોડની ટીમ દ્વારા અલગ-અલગ કોલેજોમાંથી કુલ 140 જેટલાં વિદ્યાર્થીઓ ચોરી પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા છે.'
પંચો દ્વારા નિર્ણય કરાય છે: આવા સંજોગોમાં યુનિવર્સિટીમાં MPEC કમિટી બનાવવામાં આવે છે. જેમાં પકડાયેલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. તેમની સુનાવણી કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની સજાઓ કરવામાં આવે છે. જે સજા વિદ્યાર્થીના ગુનાના પ્રકારે થતી હોય છે. જે નિર્ણય પંચો દ્વારા કરવામાં આવે છે. જેમાં 500 થી લઇ 10,000 સુધીનો દંડ હોય છે. તે ઉપરાંત તેને ફરી પરીક્ષા આપવી કે નહીં તે પણ પંચો દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ આમાં કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ કરવામાં આવતો નથી. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેઓને સમજાવવામાં આવે છે. જેથી તે વિદ્યાર્થીઓનું જિંદગી બચી શકે છે.
આ પણ વાંચો:
- નકલી જજ અને કોર્ટ બાદ હવે નકલી બદલી ઓર્ડરનો ભાંડો ફૂટ્યો, આચાર્ય થયા સસ્પેન્ડ
- ભારત અને સ્પેનના PMની મુલાકાત માટે વડોદરાની જ પસંદગી કેમ કરવામાં આવી? આવું છે ખાસ કારણ