સુરત : મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક ક્રેન પલટી ગઈ હતી. આ હાઇડ્રોલિક ક્રેનની મદદથી મેટ્રો બ્રિજનો પિલ્લર ઉંચકીને ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની છે.
હાઇડ્રોલિક ક્રેન પલટીને સીધી મકાન પર પડી, પછી... (ETV Bharat Gujarat) હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી :સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં મેટ્રોના ટ્રેક બનાવવા અને પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. નાના વરાછા વિસ્તારમાં કામગીરી દરમિયાન બે મોટી અને હેવી ક્રેન દ્વારા મેટ્રો બ્રિજના પિલરને ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી.
હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી (ETV Bharat Gujarat) એક મકાનને ભારે નુકસાન :એક ક્રેન વળી જતા, બીજી ક્રેન પર બધો વજન આવી ગયો હતો. જેથી બીજી ક્રેન ત્રાંસી થઈને પલટી મારી ગઈ હતી. હાઇડ્રોલિક ક્રેન પલટી મારવાની સાથે તેની સાથે હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન બાજુના મકાન પર પડ્યું હતું. હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના (ETV Bharat Gujarat) ત્રણ કારનો કચ્ચરઘાણ :આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો હતો. ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા અને ભાગવા લાગ્યા હતા. હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી ત્રણ જેટલી ફોર વ્હીલર કારો દબાઈ ગઈ અને નુકસાન પહોંચ્યું હતું. જોકે ઘટનાને પગલે તાત્કાલિક જ ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી હતી.
- કામરેજમાં બસની અડફેટે ચડતા 14 વર્ષીય બાળકીનું મોત, બસચાલકની તપાસ શરુ
- ખેડાના કપડવંજ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 40 ઉપરાંત ઈજાગ્રસ્ત