ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્પાઇસ જેટની ફ્લાઈટ રદ થતા મુસાફરો રઝળ્યા : ભાવનગર એરપોર્ટમાં હોબાળો કર્યો - Bhavnagar airport - BHAVNAGAR AIRPORT

સ્પાઇસ જેટની ભાવનગર-મુંબઈ ફ્લાઈટ રદ કરવામાં આવતા ભાવનગર એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતા. બોર્ડિંગ પાસ આપી દીધા બાદ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો જેટની ઓફિસમાં હોબાળો કર્યો હતો. એરપોર્ટના મુસાફર વર્ગમાંથી દ્રશ્યો સામે આવ્યા હતા. Bhavnagar Mumbai flight cancelled

ફ્લાઈટ રદ થતા મુસાફરો રઝળ્યા
ફ્લાઈટ રદ થતા મુસાફરો રઝળ્યા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 8:18 AM IST

ભાવનગર : મુંબઈ સાથે ભાવનગર શહેરને જોડતી એક માત્ર ફ્લાઇટ ચાલી રહી છે. જોકે, મુંબઈની ફ્લાઇટમાં ચાલતા ધાંધિયાને લઈને મુસાફરોમાં રોષ ફેલાઈ ગયો છે. ભાવનગર એરપોર્ટ પરથી સાંજે ઉપડનાર સ્પાઇસ જેટની ભાવનગર-મુંબઈ ફ્લાઇટ અંતિમ ક્ષણે રદ કરવામાં આવી હતી, જેને પગલે મુસાફરોએ એરપોર્ટમાં પોતાનો બળાપો કાઢ્યો હતો.

સ્પાઇસ જેટની ફ્લાઈટ રદ થતા મુસાફરો રઝળ્યા (ETV Bharat Gujarat)

ભાવનગર-મુંબઈ ફ્લાઇટ રદ :ભાવનગર એરપોર્ટ પરથી મુંબઈની એકમાત્ર ફ્લાઇટ ચાલે છે. ગતરોજ મુસાફરોને ભાવનગરથી સાંજના સમયે ઉપડતી ફ્લાઈટ પહેલા લેટ હોવાના મેસેજ મળ્યા હતા. જોકે, બોર્ડિંગ પાસ આપી દીધા બાદ ફ્લાઇટ રદ થવાનો મેસેજ મળતા મુસાફરોએ હોહાપો મચાવ્યો હતો.

85 મુસાફરો રઝળ્યા :રઝળી પડેલા મુસાફરો પૈકી હરેશભાઈ સુડાણીએ જણાવ્યું હતું કે, સાંજે 7.15 કલાકની ફ્લાઈટ આવવાની હતી, જે આવી નહીં. બોર્ડિંગ પાસ આપી દીધા બાદ કહેવામાં આવ્યું કે હવે ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે. જેના પગલે અમારે મુસાફરોને ક્યાં જવું તે હવે સમજાતું નથી.

સ્પાઇસ જેટના ધાંધિયા વચ્ચે દેકારો :ભાવનગર એરપોર્ટ પર રોજ સાંજે સાડા પાંચ કલાકની આસપાસ મુંબઈથી ફ્લાઇટ આવે છે. જોકે, આ ફ્લાઇટ છેલ્લા બે દિવસથી મોડી આવી રહી છે. એરપોર્ટના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ 21 તારીખના રોજ ફ્લાઇટ આવ્યા બાદ મોડી રાત્રે 10.00 કલાકે ઉપડી હતી. જ્યારે આજે બીજા દિવસે પણ ફ્લાઇટ મોડી થતા 7:15 કલાક આવવાનો સમય મળ્યો હતો. પરંતુ ત્યારબાદ ફ્લાઇટ રદ્દ થતાં 85 જેટલા મુસાફરોએ ભાવનગર એરપોર્ટ પર સ્પાઇસ જેટની ઓફિસે દેકારો મચાવ્યો હતો.

  1. ભાવનગર ગંગાજળિયા તળાવની "અવદશા", કરોડો ખર્ચ્યા પણ પાણી સમાન?
  2. ભાવનગર કાળીયાબીડ પાણીની ટાંકીનું પાણી અશુદ્ધ છતાં વિતરણ? હવે શું જાણો

ABOUT THE AUTHOR

...view details