ગુજરાત

gujarat

ETV Bharat / state

ગેમઝોનને ટેમ્પરરી સ્ટ્ર્કચર ન ગણી શકાય-હાઈકોર્ટ, રાજકોટ અગ્નિકાંડ કેસમાં 4.5 કલાક સુનાવણી ચાલી - Rajkot Fire Accident Updates

રાજકોટની ઘટના સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી હતી. જેમાં સાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી. તમામ પક્ષની દલીલો હાઈકોર્ટે સાંભળી હતી. વધુ સુનાવણી આગામી 6 તારીખે હાથ ધરાશે. Rajkot Fire Accident Updates Game Zone 4 and Half Hour Hearing Gujarat High Court

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 4:01 PM IST

અમદાવાદઃ શનિવારે રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ હચમચી ગયો છે. આ દુર્ઘટના સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી હતી. જેમાં સાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી. તમામ પક્ષની દલીલો હાઈકોર્ટે સાંભળી હતી. હવે પછીની સુનાવણી આગામી 6 તારીખે હાથ ધરાશે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

3 જૂન સુધી મ્યુનિ. કમિશ્નર જવાબ આપેઃગુજરાત હાઈકોર્ટે દરેક પક્ષની દલીલો સાંભળી હતી. હાઈકોર્ટે રાજકોટ ગેમઝોન દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરને 3 જૂન સુધી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. જ્યારે સીટને આ સમગ્ર કેસનો રિપોર્ટ 72 કલાકમાં આપવા આદેશ કર્યો છે. આ સમગ્ર કેસમાં આગામી સુનાવણી 6 જૂનના રોજ થશે.

ગેરકાયદેસર ચાલતું હતું ગેમઝોનઃ ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે રાજકોટ ગેમઝોને BU પરમિશન લેવી પડે પણ આ ગેમિંગ ઝોને પ્લાન પાસ કરાવ્યા ન હતા. એટલે કે NOC ન હતી. તેના પરથી કહી શકાય કે આ ગેમઝોન ગેરકાયદેસર ચાલતું હતું. અધિકારીએ કેમ ધ્યાન ન આપ્યું તે મુદ્દે પણ ગુજરાત હાઈકોર્ટમાં દલીલ થઈ હતી.

ફાયર ડીપાર્ટમેન્ટે કાટમાળ હટાવ્યોઃ જ્યારે ચર્ચા થઈ કે કાટમાળ ખસેડી દેવામાં આવશે ત્યારે FSLના તપાસને ગંભીરતાથી લેવામાં આવી. પુરાવા નાશ ન થાય તે જોવા પણ હાઈકોર્ટે ટકોર કરી. પોલીસે કાટમાળ નથી હટાવ્યો પણ ફાયરના સ્ટાફે બોડી શોધવા કાટમાળ હટાવ્યો. મિસિંગ ફરિયાદ આવશે તેના આંકડા આવશે તેની તપાસ થાય અને DNA રિપોર્ટ આવશે તેના પરથી ચિત્ર સ્પષ્ટ થશે. સરકારે સામેથી કહ્યું કે ઈન્ટ્રીમ રિપોર્ટ 72 કલાકમાં અને ફાઈનલ રિપોર્ટ 10 દિવસમાં આપીશું. રાજકોટ પોલીસ અને કલેકટરને સંપૂર્ણ તપાસ કરવા અને કોઈ ચૂક ન રહે તેનું ધ્યાન રાખવા જણાવ્યું.

સુનાવણીના મુખ્ય મુદ્દાઃ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લઈ મોટી દુર્ઘટના વિશે પિટિશન કરી હતી. જેની સુનાવણી સાડા ચાર કલાક ચાલી હતી. જેમાં હાઈકોર્ટે કેટલાક તથ્યો પર પ્રશ્નો કર્યા હતા. જેમાં ડાયરેક્શન ઈશ્યુ કર્યા કે કયા ધોરણે મંજૂરી અપાઈ, NOC હતું કે નહીં, GDCR મુજબ હતું કે નહીં? સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશન, સરકારની દલીલો સાંભળી હતી. આખા રાજ્યના બધા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવામાં આવે તેવો આદેશ કરીને હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ ગેમ ઝોનને ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ન ગણી શકાય. BU અને NOC તેમજ ફાયર સેફટી જરૂરી છે. કોઈ કોમ્પરોમાઈસ નહિ કરાય. આમાં કોર્પોરેશન, પોલીસ, ફાયર, આર એન બી જેવા બધા વિભાગો જવાબદાર છે.

રાજકોટ આગ દુર્ઘટના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં સાડા ચાર કલાક ચાલી હતી. જેમાં હાઈકોર્ટે અવલોકન કર્યુ કે, 2020થી ફાયર એક્સિડેન્ટ સંદર્ભે પીઆઈએલ ચાલી રહી છે. જેમાં વિવિધ ઓર્ડર પણ કરવામાં આવ્યા છે. જો કે મ્યુનિ. કમિશ્નર જરુરી પગલાં લેતા નથી તેથી ગુજરાતની તમામ મહા નગર પાલિકા અને નગર પાલિકાને 3 જૂન સુધી પોતાનો પક્ષ એફિડેવિટમાં રજૂ કરવા આદેશ કરાયો...હાર્દિક બ્રહ્મભટ્ટ(સેક્રેટરી, હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન)

આજે ગુજરાત હાઈકોર્ટમાં ચાલેલ સુનાવણી દરમિયાન કોર્ટે કોર્પોરેશન્સ, સરકાર તમામ પક્ષની દલીલો સાંભળી છે. સરકારે 48 કલાકમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આખા રાજ્યમાં બધા જ ગેમિંગઝોન તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહ્યા છે...મનિષા શાહ(સરકારી વકીલ)

  1. આજીવન કેદની સજા પામેલ આરોપીએ મેળવ્યા હતા જામીન, કચ્છ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગો કર્યો
  2. રાજકોટ અગ્નિકાંડમા 7 અધિકારીઓને નોકરીમાંથી કરાયા સસ્પેન્ડ, અન્ય અધિકારીઓ પર પણ કતારમાં... - Fire Mishap Of Rajkot

ABOUT THE AUTHOR

...view details